New Delhi,તા.25
દેશમાં સતત રીતે વિમાની મુસાફરીમાં સર્જાતા ટેકનીકલ સહિતના કારણે પ્રવાસમાં વિધ્ન વચ્ચે આસામના દીબ્રુગઢથી ગુવાહાટી જઈ રહેલી ઈન્ડીગોની એક ફલાઈટને હવામાનના કારણોસર તે ગુવાહાટી લેન્ડ થઈ શકે તેમ ન હોવાથી અગરતલા વિમાની મથકે ઈમરજન્સી લેન્ડીંગ કરાવાયુ હતું.
આ વિમાનમાં આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્ર્વા શરમા પ્રવાસ કરી રહ્યા હતા અને હવામાન સુધરતા જ તેને ફરી એક વખત ગુવાહાટી વિમાની મથકે લેન્ડ કરાવાયુ હતું.
મુખ્યમંત્રી સહિતના પ્રવાસીઓના જીવન પર જોખમ સર્જાઈ નહી તેથી પાયલોટે ખરાબ હવામાન વચ્ચે પણ ઉતરાણ માટે કોઈ જોખમ લીધુ ન હતું અને ગુવાહાટી એરપોર્ટ પરથી લીલીઝંડી મળતા જ ફલાઈટને અગરતલાથી ગુવાહાટી પહોંચાડવામાં આવી હતી.