Mumbai,તા.25
બોલીવુડ અભિનેતા ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચે અલગ થવાની અટકળો ચાલી રહી છે . હાલમાં અહેવાલમાં દાવો કરાયો છે કે સુનિતા આહુજાએ ડિસેમ્બર 2024માં મુંબઈ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી અને ગોવિંદા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે ગોવિંદા અને સુનિતા આહુજાની પુત્રી ટીના આહુજાએ માતાપિતાના અલગ થવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે.ગોવિંદા અને સુનિતા આહુજાની પુત્રી ટીના આહુજાએ હાલમાં એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેના માતાપિતાના અલગ થવાના સમાચાર માત્ર એક અફવા છે અને તેના પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. ટીના આહુજાએ કહ્યું હતું કે, ‘હું શું કહું? તે (ગોવિંદા) દેશમાં પણ નથી. હું એક સુંદર પરિવાર ધરાવીને ધન્ય અનુભવું છું. મીડિયા, ફેન્સ અને શુભેચ્છકો તરફથી અમને મળી રહેલા પ્રેમ અને સમર્થન માટે હું આભારી છું.’ ત્યાર બાદ ગોવિંદા અને સુનિતા આહુજાના બધા ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે. ટીનાએ વધુમાં કહ્યું કે, ‘હું આવી અફવાઓ પર ધ્યાન આપતી નથી.’અગાઉ ગોવિંદાના મેનેજર શશી સિંહાએ કપલના છૂટાછેડાના સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. તેણે જણાવ્યું હતું કે, ‘છૂટાછેડા સંબંધિત સમાચાર જૂની ઘટનાઓ પર આધારિત છે અને હાલમાં દંપતી વચ્ચે બધું બરાબર છે. આ વર્ષ 2024નો એ જ કેસ છે જે સુનિતાએ બાંદ્રા ફેમિલી કોર્ટમાં દાખલ કર્યો હતો પરંતુ હવે મામલો ઉકેલાઈ ગયો છે.’ ચિંતા કરવાની કોઈ વાત નથી અમે ટૂંક સમયમાં એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડીશું.