Mumbai,તા.26
દીપિકા તેની દીકરી દુઆનો વિડીયો ઉતારનારા ચાહક પર ભારે નારાજ થઈ હતી. દીપિકા મુંબઈ એરપોર્ટ પર હતી ત્યારે દુઆ તેના ખોળામાં સૂતી હતી. તે વખતે એક ચાહકે દીપિકાની જાણ અને મંજૂરી વિના જ દુઆનો વિડીયો ઉતાર્યો હતો.
દીપિકા આ ફેન પર તરત જ નારાજ થઈ હતી. તેણે આ ફેનને વિડીયો ઉતારવા બદલ ખખડાવ્યો હતો. જોકે, આ ચાહકે ત્યાં સુધીમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી દીધો હતો.
આ પોસ્ટ જોઈ દીપિકા તથા રણવીરના ચાહકો પણ ભારે નારાજ થઈ ગયા હતા. તેમણે આ ચાહકને આ વિડીયો તત્કાળ ડિલીટ કરવાનું જણાવતાં કહ્યું હતું કે આ બિલકૂલ અનૈતિક કૃત્ય છે. માં-બાપની સંમતિ વિના તેમનાં નાનાં બાળકનો વિડીયો ઉતારવો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો એ યોગ્ય નથી. આ બહુ નિંદાજનક કૃત્ય છે.