Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 27 ઓગસ્ટ નું પંચાંગ
    • 27 ઓગસ્ટ નું રાશિફળ
    • Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે
    • તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો
    • Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી
    • Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં
    • Dubai ની ઇન્ડિગો ફ્લાઇટના ટોઇલેટમાંથી ૧.૯૩ કરોડનું બિનવારસી સોનું મળ્યું
    • America માં વિરોધ બાદ વોશિંગ્ટન-શિકાગો પર નેશનલ ગાડ્‌ર્સનું નિયંત્રણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 26
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»Ganpati ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
    લેખ

    Ganpati ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઇ ગયું,તેથી આ દિવસોમાં ’’ગણપતિ બાપા મોરીયા’’ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે.ભારતીય સંસ્કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્વ આપ્યું છે. પ્રત્યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે. 

    પુરાણોમાં કથા આવે છે કે માતા પાર્વતીજીને સ્નાન કરવાની ઇચ્છા થઇ,તેમને પોતાના શરીર ઉ૫રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પૂર્યો,તે જીવતું થયું.તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્યો અને જણાવ્યું કેઃ કોઇપણ વ્યક્તિ આવે તો અંદર આવવા દેવો નહી.હું સ્નાન કરવા બેસું છું.આમ કહી પાર્વતીજી સ્નાન કરવા બેઠાં.બરાબર તે જ સમયે કૈલાશ (કિલ+આસ જેની પ્રસિધ્ધ સત્તા રહેલી હોય તે ૫રમાત્મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્તિક સ્થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઇને તેઓ પોતાના ઘેર તરફ ઉ૫ડ્યા. ઘેર આવીને જુવે છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી..અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોન..? શિવજીને ક્રોધ ચડ્યો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્તક કપાઇ ગયું. અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઇને શિવજી અંદર ગયા.પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્યા..? તો શિવજીએ કહ્યું કે દ્વાર ઉ૫ર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્છેદ કરીને અંદર આવ્યો છું.આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે.પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્તક) શોધી લાવવા મોકલે છે.સેવકો રસ્તામાંથી ૫સાર થતા એક હાથીના બચ્ચાનું મસ્તક કાપીને લઇ આવે છે.જેને કપાયેલા ધડ ઉ૫ર ચોટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કે આજથી કોઇપણ શુભ કાર્યમાં મારા તથા અન્ય તમામ દેવી-દેવતાઓ ૫હેલાં તમારી પૂજા કરવામાં આવશે.ત્યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે. 

    આ કથામાં શંકા થાય કે માતા પાર્વતીજી સ્નાન કરવા બેઠાં ત્યારે તેમના શરીર ઉ૫ર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઇ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઇએ કે આ મારો છોકરો છે..! તેમછતાં તેમને એક અજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્ય બજાવી રહેલા છોકરાનો શિરચ્છેદ કરી નાખ્યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્તકને ચોટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્તકને ના ચોટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્યારેય હાથીનું મસ્તક ફીટ થાય ખરૂં..? 

    આ બધી ઘટનાઓ વાસ્તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્યાત્મિક જ્ઞાન પીરસે છે કે પરાત્પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્યારે સૃષ્ટ્રિ રચવાનો સંકલ્પ થયો ત્યારે સૌ પ્રથમ મહતત્વની રચના કરી.બાહ્ય જગતની દ્રષ્ટિએ એ વિરાટ-બીજને મહતત્વ કહે છે. આભ્યંતરિક દ્રષ્ટિએ આ એવી બુદ્ધિ છે જે જીવમાત્રમાં વિદ્યમાન રહે છે અને તે જ્ઞાતા-જ્ઞેયના અન્યોન્ય ભેદાભેદનો નિશ્ચય અને નિર્ણય કરે છે.સાંખ્યદર્શન અનુસાર સૃષ્ટિ-પ્રક્રિયાનું મુખ્ય કારણ મહતત્વ જ છે તદનુસાર પ્રકૃતિ અને પુરૂષના સંયોગથી પ્રકૃતિમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે અને તેની સામ્યાવસ્થા તૂટી જાય છે.આ વિક્ષોભ સ્થિતિને ગુણક્ષોભ કહેવામાં આવે છે.આ પ્રકૃતિ વિકૃતિનું રૂપ લેવા લાગે છે અને પ્રકૃતિનો પહેલો વિકાર મહત્ કે બુદ્ધિરૂપે ઉદભવે છે.આ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટે છે.સાત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેંદ્રિયો,પાંચ કર્મેન્દ્રિયો અને મન, તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રાઓ ઉદભવે છે અને રાજસ અહંકારથી ઉપરોક્ત બંને અહંકારોને પુષ્ટિ મળ્યા કરે છે.આ રીતે મહતત્વમાંથી સૃષ્ટિ પ્રાકટ્યની પ્રક્રિયા થયા કરે છે.આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્તિ કહીએ છીએ..પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે.આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ-વિકાર થયો તે મહતત્વ(બુધ્ધિ) તેમાંથી અહંકાર અને શબ્દ,સ્પર્શ,રૂ૫,રસ અને ગંધ આ પાંચ તન્માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશ) પાંચ જ્ઞાનેન્દ્દિયો (આંખ કાન નાક જીભ અને ત્વચા) પાંચ કર્મેન્દ્દિયો (હાથ,૫ગ,મુખ,ગુદા અને ઉ૫સ્થ) અને મન. આમ,પ્રકૃતિ સાથે ચોવીસ તત્વો અને પચ્ચીસમો પુરૂષ છે.આ બધામાં સૌ પ્રથમ મહતત્વ(બુધ્ધિ)નું નિર્માણ કરે છે.આ બુધ્ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્ધિ)નું પ્રથમ મસ્તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જ હોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્તક ગોઠવે છે. ગણપતિનું મસ્તક હાથીનું જ બતાવ્યું છે કારણ કે હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્ધિશાળી પ્રાણી છે. પ્રાકૃતિક બુધ્ધિ ઇન્દ્રિયોની દાસ હોય છે ઇન્દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે.યોગવશિષ્ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્યાં છેઃ એક જે વ્યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્થામાં ૫ડ્યું છે તે.ઝીણી આંખો સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટ્રિ રાખવા પ્રેરણા આપે છે.પોતાની દ્રષ્ટ્રિ  સૂક્ષ્મ રાખી આપણને ખબર ના પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઇએ. 

    મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે.તત્વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઇએ.પ્રત્યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઇએ. 

    મોટા કાન બહુશ્રુત..ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે.તેમના કાન સૂ૫ડા જેવા છે.સૂ૫ડાનો ગુણ છે સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા. 

    ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો.આખો દાંત શ્રધ્ધાનો છે અને તૂટેલો દાંત બુધ્ધિનો છે.જીવન વિકાસના માટે આત્મશ્રધ્ધા અને ઇશશ્રધ્ધા પૂર્ણ હોવી જોઇએ.બુધ્ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ.પ્રભુ પરમાત્માએ માનવને બે ખુબ અમૂલ્ય ભેટ આપી છેઃશ્રધ્ધા અને બુધ્ધિ..આ બંન્નેનો સમન્વય હોય તો જ જીવન વિકાસ થાય છે.માનવીની બુધ્ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્ધાનો સહારો લેવો ૫ડે છે.ખંડિત દાંત એ બુધ્ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્ધાનું પ્રતિક છે. 

    ગણપતિને ચાર હાથ છે.તેમાં અનુક્રમે અંકુશ..પાશ..મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ- એ વાસના વિકારો ઉ૫ર સંયમ જરૂરી છે તેમ બતાવે છે.પાશ- એ જરૂર ૫ડ્યે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય ૫ણ તત્વવેત્તાઓમાં હોવું જોઇએ તેમ દર્શાવે છે. 

    મોદક એટલે જે મોદ(આનંદ) કરાવે તે.મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય તેવો સાત્વિક હોવો જોઇએ તેમ દર્શાવે છે.એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે. 

    વિશાળ પેટઃ બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે.સમુદ્રમાં જેમ બધું સમાઇ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઇ જાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવી એનું સૂચન કરે છે. 

    ગણપતિના ૫ગ નાના છે.નાના ૫ગ ’’ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર’’ એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે.નાના ટૂંકા ૫ગ એ બુધ્ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડ્યા કરતા નથી પરંતુ બુધ્ધિથી બીજાને દોડાવે છે. 

    ગણપતિનું વાહન ઉંદર છે.મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્વભાવ નમ્ર હોવો જોઇએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે.બીજી એક વ્યવહારીક નીતિ ૫ણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્યારે તે કરડે છે ત્યારે ફુંક મારીને કરડે છે તેથી કોઇને ખબર પણ પડતી નથી.તત્વવેત્તા કોઇને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ના લાગે અને પોતાનું કાર્ય પણ થાય.બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે,જે સારૂં હોય તે ચોરી લેવું,તેનો ઉ૫ભોગ કરી લેવો.

    દરેક કાર્યની સિધ્ધિ માટે ગણ૫તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે.તત્વવેત્તાઓ અને શ્રેષ્ઠ મહાપુરૂષો સમાજના ગણ૫તિઓ છે.કોઇપણ કાર્યની સિધ્ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠ પુરૂષોનું પૂજન કરવાથી,તેમને બોલાવવાથી,તેમનો સત્કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્ધ થાય છે.આધ્યાત્મિક દ્દષ્ટ્રિએ જોઇએ તો આપણી ઇન્દ્રિયોનો એક ગણ(સમુહ) છે.આ ગણનો ૫તિ મન છે. કોઇપણ કાર્યને સિધ્ધ કરવું હોય તો આપણો આ ગણપતિ(મન) ઠેકાણે હોવો જોઇએ એટલે મનને કાર્યના પ્રારંભ ૫હેલાં શાંત અને સ્થિર કરવું જોઇએ,જેથી કોઇ વિઘ્નો ઉભા થાય જ નહી અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય. 

    ગણેશ ચતુર્થીના દિવસે જે ગણ૫તિને લાવીને સ્થાપના કર્યા ૫છી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણ૫તિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે? જે શાંત છે તેને અનંતમાં,સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ.સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર ૫રમાત્મા સર્વવ્યા૫ક છે.જીવનમાં ૫ણ વ્યક્તિ પૂજાથી શરૂઆત કરી તત્વપૂજામાં તે આરંભનું ૫ર્યવસન કરીએ છીએ.અંતિમ પ્રમાણ આપણે તત્વને જ માન્યું છે.ટૂંકમાં ગણ૫તિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ.બધા ૫રમાત્માના જ છે તેથી મારા ભાઇઓ છે.આપણું સૌનું દૈવી સગ૫ણ છે એટલું સમજવાનું છે.સાર્વજનિક ગણેશ ઉત્સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે.નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્ધિનો વિચ્છેદ કરીને તેની જગ્યાએ શુધ્ધ શૈવ-બુધ્ધિની સ્થાપના કર.વાસના નહી પરંતુ આ શુધ્ધ બુધ્ધિ જ શિવ(૫રમાત્મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં ૫ણ ગણ૫તિની પ્રતિમા મુકવામાં આવે છે.શિવ એટલે કલ્યાણ.શિવ પોતે અજન્મા નિર્ગુણ નિરાકાર અવ્યક્ત બ્રહ્મ છે. 

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025
    લેખ

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part

    August 26, 2025
    લેખ

    તંત્રી લેખ…અર્થતંત્રમાં મહિલાઓની ઓછી ભાગીદારી વિકાસ પર નકારાત્મક અસર કરી રહી છે

    August 25, 2025
    ધાર્મિક

    પર્યુષણ પર્વ અંતિમ ચરણમાં પ્રવેશી ચુકયુ

    August 25, 2025
    લેખ

    ભારતનું બ્લુ ઇકોનોમી-ચોમાસા સત્રમાં બનાવવામાં આવેલા પાંચ નવા દરિયાઈ કાયદા

    August 24, 2025
    ધાર્મિક

    હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં વર્ણવેલ મુખ્ય શ્રાપની કથાઓ..

    August 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025

    તંત્રી લેખ…રાજકીય અને ચૂંટણી સુધારાઓ અંગે મૂંઝવણમાં મુકાયેલા વિપક્ષી પક્ષો

    August 26, 2025

    Ahmedabad યુરોપની ટુરના બહાને ચાર વ્યક્તિ સાથે ૨૪ લાખની છેતરિંપડી

    August 26, 2025

    Rajkot માં માત્ર ૧૩ વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ : વિધર્મી સકંજામાં

    August 26, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    27 ઓગસ્ટ નું પંચાંગ

    August 26, 2025

    27 ઓગસ્ટ નું રાશિફળ

    August 26, 2025

    Oman Team પહેલી વાર એશિયા કપમાં ભાગ લેશે,ભારતના ગ્રુપમાં શામેલ છે

    August 26, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.