New Delhi, તા.29
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકેનો તેમનો કાર્યકાળ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની નિમણૂક ત્રણ વર્ષ માટે રહેશે.
મંત્રીમંડળની નિમણૂક સમિતિની મંજૂરી બાદ, ઉર્જિત પટેલને આ ખૂબ જ મહત્વપૂર્ણ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને આ માહિતી કેન્દ્ર સરકારના 28 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં આપવામાં આવી હતી.
તેમણે ડિસેમ્બર 2018 માં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2019 સુધીનો હતો, પરંતુ તે પહેલાં તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓ NIPFPના ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા છે.