Bhavnagar તા.29
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 10 આરોપીની ધરપકડ કરી તેઓની પાસેથી કુલ 1,45,997 રૂપિયાની કિંમતના 10 મોબાઈલ ફોન કબજે કર્યા છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાનજુદા-જુદા વિસ્તારમાંથી 10 જેટલા મોબાઈલ ચોરી સાથે 10 શખસને ઝડપી લીધા હતા.
જેમાં પકડાયેલા આરોપીઓમાં સોહેબ સિકંદરભાઈ શેખ (ઉં.વ.28 રહે.વડવા સીદીવાડ, તનજીમ પાર્કની સામે), કિશન પ્રવિણભાઈ દેવીપૂજક (ઉં.વ.20 રહે. માલણકા), વિનીત હિતેશભાઈ સુમરા (ઉં.વ.18 રહે. આનંદનગર, વણકરવાસ, ઉત્તર બુનિયાદી અખાડાની બાજુમાં), કમલ ઉર્ફે ચોટલી અરવિંદભાઈ બારૈયા (ઉં.વ.30 રહે. વાલ્કેટ ગેઈટ, ભાંગના કારખાના સામે, વાલ્મીકી વાસ), શૈલેષ કાળુભાઈ ચાવડા (ઉં.વ.38 રહે. જલારામ નગર, વિરપુર, રાજકોટ), પરેશ ઈશ્વરભાઈ સનીયારા (ઉં.વ.27 રહે.પ્લોટ નંબર 14/ઇ નવી જોગીવાડ બોરડીગેટ), હિરેન રમણીકભાઈ મારૂ (ઉં.વ.28 રહે.કુંભારવાડા સર્કલ પાસે, ગઢેચી રોડ, કબ્રસ્તાન પાસે), દિનેશ બીજાલભાઈ વાઘેલા (ઉં.વ.25 રહે. બ્રહ્મકુંડ પાસે, જુના સિહોર, તા.સિહોર), રાજેશ કાળુભાઈ મકવાણા (ઉં.વ.21 રહે.યોગીનગર, સોમનાથ રેસીડેન્સી પાસે) તથા રણજીત દોરીક રોય (ઉં.વ.35 રહે.કવાટર નં.293/બી, રેલવે મેડિકલ કોલોની)નો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ ભાવનગર અને આસપાસના વિસ્તારના રહેવાસી છે.