Tianjin,તા.01
ચીનના ઔદ્યોગીક-આધુનિક શહેર તિયાનજીનમાં શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પુર્વે અનેક ડિપ્લોમેટીક સંદેશાઓ આપતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ મુલાકાતમાં જ બન્ને દેશો ઉષ્માભર્યા સંબંધો માટે આતુર હોવાના સંકેતો મળ્યા છે.
જો કે વડાપ્રધાને તેમની ચીન યાત્રાના પ્રારંભ પુર્વે જ સાવચેતીભર્યા અભિગમ અપનાવ્યો હતો પણ ગઈકાલે પ્રથમ તબકકામાં ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ સાથે તેઓએ 40-45 મિનિટ સુધીની પ્રારંભીક વાતચીતથી આગામી સમયમાં બન્ને વધુ સારા સંબંધો ભણી આગળ વધશે.
તેમાં સંદેશ આપી દીધો હતો તો આજે શાંધાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં શ્રી મોદી શ્રી રશિયાના વડાપ્રધાન વ્લાદીમીર પુટીનની જબરી કેમેસ્ટ્રી જોવા મળી હતી.
શિખર સંમેલન પુર્વેની ગઈકાલ તથા આજની તસવીરો સામે આવી છે. શ્રી પુટીન અને શ્રી મોદી એકબીજાને ભેટી પડયા હતા. જૂના દોસ્ત મળ્યા હોય તેવો માહોલ હતો તો શિખર બેઠકમાં મંચ પર મોદી-પુટીન-જીનપીંગની એક સાથેની તસ્વીર પણ વાયરલ થઈ છે તો આ શિખર બેઠક સમયે વડાપ્રધાન મોદી આ શિખર પરિષદમાં હાજર તુર્કીના પ્રમુખ રેચેપ તૈય્યપને ખાસ મળ્યા હોય તેવું દ્રશ્ય હતું.
મોદીએ તુર્કીના પ્રમુખની પીઠ થાબડીને સૂચક સ્મિત કર્યુ હતું. જાણે સંદેશ આપી રહ્યા હોય કે ઓપરેશન સિંદુરમાં પાકને સહાય છતાં ભારતે તેના નિશાન અને તમારા ડ્રોન પણ તોડી પાડયા છે.
તો બીજી તરફ પાક વડાપ્રદાન શાહબાઝ શરીફ પાસે ભાગ્યે જ કોઈ મોટા નેતા ફરકયા હતા. એ દ્દશ્ય જબરદસ્ત બન્યું કે જયારે શિખર બેઠકમાં મોદી-પુટીન સાથે સાથે આવ્યા અને બન્ને ખુબ વાતચીત કરતા કરતા તમામ નેતાઓ વચ્ચેથી પસાર થયા.
આ સમયે અન્ય અનેક વિદેશી નેતાઓ સાથે મોદીએ સ્મિતની આપલે કરી હતી પણ પાક વડાપ્રધાન શાહબાઝ શરીફની નજીકથી પસાર થયા પણ તેની સામે જોયું પણ ન હતું. આમ મોદીએ પાક વડાપ્રધાનને આકરો સંદેશ પણ મોકલી દીધો તો પુટીન-જીનપીંગ સાથેની કેમેસ્ટ્રીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સંદેશ પાઠવી દીધો હતો.