રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૧.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૯૮૦૯ સામે ૭૯૮૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૯૮૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૫૪ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૩૬૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૫૬૮ સામે ૨૪૫૮૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૫૮૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૭૯ પોઈન્ટના ઉછાળા સાથે ૨૪૭૪૮ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ચોમાસાની સારી પ્રગતિ અને જીએસટીમાં ઘટાડો થવાની આશાએ આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકાના ભારત પર ૫૦% ટેરિફ લાગુ કરાતાં અને આ મામલે હજુ બન્ને દેશો વાટાઘાટના ટેબલ પર આવવા તૈયાર નહીં હોઈ ભારતીય ઉદ્યોગોની હાલત કફોડી બનવાના એંધાણે કંપનીઓની નફાશક્તિ પર ભીંસ વધવાની શકયતાએ શેરોમાં ફંડો, મહારથીઓએ ગત સપ્તાહમાં સતત તેજીનો વેપાર હળવો કર્યો હતો. પરંતુ ભારતના પ્રથમ ત્રિમાસિકના જીડીપી-આર્થિક વૃદ્વિના આંકડા અપેક્ષાથી સારા ૭.૮% જાહેર થતા અને ભારતમાં ઉદ્યોગોને મેક ઈન ઈન્ડિયા માટે પ્રોત્સાહન સાથે જીએસટી માળખાના સરળીકરણના નિર્ધાર અને હવે તહેવારોની સીઝન પહેલા જ જીએસટી દરોમાં ઘટાડો કરીને રાહત આપવાના સંકેતે આજે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાની અપીલ કોર્ટે ટ્રમ્પ દ્વારા લદાતી ટેરીફને ગેરકાયદેસર ગણાવતો ચુકાદો આપતા હવે અમેરિકાના પ્રમુખ આ પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં જવાના એંધાણ અને અમેરિકામાં હવે સપ્ટેમ્બર મહિનામાં વ્યાજના દર કેટલા ઘટાડવામાં આવે છે તેના પર બજારની નજર સાથે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ઘટતાં આજે રૂપિયાના મૂલ્યમાં વધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકે સપ્ટેમ્બરમાં કુલ વૈશ્વિક દૈનિક ઉત્પાદન ૫ લાખ ૯૭ હજાર બેરલ્સ વધારવાનું નક્કી કર્યાના સમાચારે ભાવમાં પીછેહટ જોવા મળી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કેપિટલ ગુડ્સ, પાવર અને મેટલ સેક્ટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૯૧ અને વધનારની સંખ્યા ૨૭૯૫ રહી હતી, ૧૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્રા & મહિન્દ્રા ૩.૬૫%, ટાટા મોટર્સ ૩.૧૭%, ટ્રેન્ટ લિ. ૨.૭૧%, ઇટર્નલ લિ. ૨.૨૩%, એશિયન પેઈન્ટ ૨.૧૩%, ઇન્ફોસિસ લિ. ૨.૦૪%, ટેક મહિન્દ્રા ૧.૭૧%, અદાણી પોર્ટસ ૧.૬૮% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૧.૬૩% વધ્યા હતા, જ્યારે સન ફાર્મા ૧.૮૭%, આઈટીસી લિ. ૦.૯૯%, હિન્દુસ્તાન યુનીલીવર ૦.૪૪%, ટાઈટન કંપની લિ. ૦.૨૮%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૪%, એચડીએફસી બેન્ક ૦.૦૮% લાર્સેન લિ. ૦.૦૨ ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૫૨ લાખ કરોડ વધીને ૪૪૮.૮૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, હાલમાં અમેરિકાના ૫૦% ટેરિફ અને તેના કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાને પગલે ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યા છે. જોકે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો આ પરિસ્થિતિને તક રૂપે જોઈ રહ્યા છે અને ગુણવત્તાયુક્ત શેરોમાં ખરીદી કરી રહ્યા છે. ટૂંકા ગાળે અમેરિકા-ભારત વચ્ચેના વણસતા સંબંધો બજાર માટે અસ્થિરતા લાવશે, પરંતુ નિષ્ણાંતોના મતે ટ્રેડ ડીલની શક્યતાઓ આગળ વધે તો અમેરિકા વધારાની ૨૫% ટેરિફ પાછી ખેંચી શકે છે. આ પરિસ્થિતિ સુધરે તો બજારમાં ફરીથી વિશ્વાસ વધશે.
વૈશ્વિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે, જેમાં ચાઈના-અમેરિકા તેમજ ભારત-અમેરિકા સંબંધો મુખ્ય ભૂમિકા ભજવશે. આ દરમિયાન ભારત રૂપિયાને નબળો થવા દેતા નિકાસમાં સ્પર્ધાત્મકતા જાળવી રહ્યું છે, જે લાંબા ગાળે ભારતીય અર્થતંત્ર માટે સહાયક બની શકે છે. સમગ્ર રીતે, આગામી દિવસોમાં બજાર ઊથલપાથલ ભરેલું રહેવાની શક્યતા છે, પરંતુ સ્થાયી રોકાણકારો માટે પસંદગીયુક્ત ક્ષેત્રોમાં તકો ઉપલબ્ધ રહેશે.
તા.૦૨.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૦૧.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૭૪૮ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૪૮૮૦ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૪૬૭૬ પોઈન્ટ થી ૨૪૬૦૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- સિપ્લા લિ. ( ૧૫૯૧ ) :- ફાર્મા સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૪૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૦૬ થી રૂ.૧૬૧૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૬૨૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૭૩ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૪૩૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૯૪ થી રૂ.૧૫૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૨૭૭ ) :- રૂ.૧૨૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૨૩૦ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૯૩ થી રૂ.૧૩૦૩ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૦૬૬ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૭૮ થી રૂ.૧૦૯૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૧૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૫૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૩ થી ૯૮૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- અદાણી પોર્ટ્સ ( ૧૩૪૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૩૩૦ થી રૂ.૧૩૧૭ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૬૦ ) :- રૂ.૧૨૮૮ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૨૯૩ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૦૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ભારત ફોર્જ ( ૧૧૨૬ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૬૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૪૦ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૪ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૩૫ ) :- રૂ.૯૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૧૯ થી રૂ.૯૦૯ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૯૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies