3 દિવસ ચાલશે જંગ: પુરુષોની 5 અને મહિલાઓની 3 ટીમો વચ્ચે ટક્કર, ઓમ્નીટેક અને એહસાસ ટ્રસ્ટના સહયોગથી કોર્ટનું નવીનીકરણ
પોલીસ કમિશનર બ્રજેશ ઝાનું આહ્વાન: તણાવયુક્ત નોકરીમાં ફિટનેસ જરૂરી, ખેલદિલીથી રમી ઓલ ઈન્ડિયા પોલીસ ગેમ્સમાં ગુજરાતનું નામ રોશન કરો
Rajkot,તા.28
રાજકોટ શહેર પોલીસ ના યજમાન પડે પથમ વાર ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આજ થી ૩૦/૦૮/૨૦૨૬ સુધી ત્રણ દિવસ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતેના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ પર આ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો છેશહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફિટનેસ અને ટીમ સ્પિરિટની ભાવના વધે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્રર ચેતન્ય મંડલીકના માર્ગદર્શન હેઠળ પોલીસ દળમાં શિસ્ત, શારીરિક ફીટનેસ અને ટીમ સ્પીરીટની ભાવના ઉદભવે તે માટે રમત ખુબ જ અગત્યની બાબત હોવાથી રાજકોટ શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા – ૨૦૨૬-૨૭ નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ થી ૩૦/૦૮/૨૦૨૬ સુધી દિન-૦૩ માટે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર, ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજય પોલીસ દળની પુરૂષોની ૫ અને મહિલાઓની 03 ટીમોએ આ હરિફાઇમાં ભાગ લીધેલ છે. આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ના અનુસંધાને ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ, રાજકોટ અને એહસાસ ટ્રસ્ટ, રાજકોટના સહયોગથી બાસ્કેટબોલ કોર્ટનું નવીનીકૃત કરી સિન્થેટીક ગ્રાઉન્ડ બનાવવામાં આવેલ છે.આ હરીફાઇની ઓપનીંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ઉપસ્થિત રહા હતા. જ્યારે નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક હરપાલસિંહ જાડેજા, નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ જગદીશ બાગરવા. નાયબ પોલીસ કમિશ્નર, ઝોન-૨ રાકેશ દેસાઇ, ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડના કિન્નરી ઉદયભાઈ પારેખ, એહસાસ ટ્રસ્ટના નિશ્ચલભાઈ સંઘવી અને તમામ એસીપીઓ તેમજ પો.ઇન્સ.ઓ ઉપસ્થિત રહ્યા હતા.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા એ પોતાના ઉદબોધનમાં હરીફાઇમાં ભાગ લેનાર વિવિધ શહેર તથા યુનિટોમાંથી આવેલ તમામ ટીમોનું અભિવાદન કરી ખેલાડીઓને ખુબ મહેનત કરી ખેલદીલીથી રમત રમવા અને સારૂ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સમાં સિલેક્ટ થઇ ગુજરાત પોલીસનુ નામ રોશન કરવા જણાવેલ હતું . આ ડીજીપી કપ બાસ્કેટબોલ સ્પર્ધા ૨૦૨૬-૨૭ પ્રથમ વખત રાજકોટ ખાતે આયોજન થઇ રહેલ છે. પોલીસની નોકરીની કલાકો નક્કી હોતી નથી જેથી આવી તણાવ યુક્ત નોકરી માથી રિલેક્સ થવા માટે આ રમત ગમત તેમજ યોગા મેડીટેશન વિગેરે પ્રવૃતિઓમા ભાગ લેતા રહીએ જેથી શારીરિક અને માનસીક ફિટનેસ જળવાઇ રહે. આ હરીફાઇમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી ટુર્નામેન્ટ ખુલ્લી જાહેર કરેલ.આ હરીફાઇને સફળ બનાવવા રાજકોટ શહેર પોલીસ ટીમ સતત પ્રયત્નશીલ છે.

