ગંભીર અકસ્માત બે દંપતી સહિત 5 ઇજાગ્રસ્ત માંથી બે મહિલા સહિત 3 ના મોત નીપજ્યા : એક ગંભીર
Junagadh,તા.28
મેંદરડા તાલુકાના ચિરોડાગામ અને ગુંદાળા ગામ નજીક કારે ચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો કાર માં સવાર રાજકોટના દંપતી અને બેન બનેવી સહિત 5 ને ગંભીર ઇજા થતા સારવાર અર્થે જુનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં રાજકોટના રમણીક લાલ ચોવટીયા નું અને તેમના બેનનું ટૂંકી સારવાર માં મોત થયું હતું અને પત્ની રીનાબેન સારવાર હેઠળ જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં હતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટુંકી સારવાર માં પતિ બાદ પત્ની એ પણ દમ તોડતા મેંદરડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને પીએમ અર્થે પછાડવામાં આવ્યો હતો હાલ મૃતકના નણંદના પતિની હાલત ગંભીર હોઈ અને સારવાર હેઠળ છે
આ અંગે મળતી માહિતી મુજબ જુનાગઢ તાલુકાના સેમરાળા ગામે ના વતની અને રાજકોટ રહેતા રમણીકભાઈ ચોવટીયા ઉંમર વર્ષ 60 વર્ષીય વૃધ્ધ અને પત્ની રીનાબેન રમણીકભાઈ ચોવટિયા તેમના બેન અને બનેવી સહિત 5 વ્યક્તિ ગત તા 19 ના રોજ સવારે 11:00 વાગે આસપાસ ઝીંઝુડા ગામ થી પોતાના વતન સેમરાળા પરત ફરતા હતા તે દરમિયાન મેંદરડા તાલુકાના ચિરોડા ગામ અને ગુંદાળા ગામ વચ્ચે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ધડાકા ભૈર ઝાડ સાથે અથડાઈ ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ શહેર 80 ફુટ રોડ પર રહેતા દંપતી સહિત 5 ઘવાયા હતા ગંભીર ઇજાઓ થતાં પાંચે વ્યક્તિઓને સારવાર અર્થે પ્રથમ જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ રહેતા રમણીકભાઈ ચોવટીયા અને તેમના બેન નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું અને રીનાબેન રમણીકભાઈ ચોવટીયા ને તારીખ 24 ના રોજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેનું ચાલુ સારવાર દરમિયાન ગત રાતે મોત નીપજતા મૃત્યાંક ત્રણે પહોંચ્યો હતો ઘટનાની જાણ હતા મેંદરડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે કાર પરથી કાબુ ગુમાવતા અને પરિવાર માઠાં પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જ્યો હતો મૃતક ના નણંદના પતિની હાલત ગંભીર છે અને સારવાર હેઠળ છે આ અંગે મૃતકના બે ભાઈની એકની એક બેનનું રક્ષા બંધન દિવસ પહેલા મોત થતા અને બે પુત્રો એ પિતા બાદ માતાની મમતા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

