Rajkot,તા.28
આજીડેમ ચોકડી પાસે રહેતા 36 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત નો પ્રયાસ કરતા તાત્કાલિક અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પતિ દ્વારા એટીએમ માંથી પૈસા કાઢી ન આપવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતા આપઘાત નો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ શહેરના ચોકડી પાસે ભરતનગરમાં રહેતી વૈજન્તીબેન ચંદ્રિકા ભાઈ શાહ ઉંમર વર્ષ 36 વર્ષીય મહિલા ગઈકાલે રાતના 11:00 વાગ્યા આસપાસ કર્યા હતા ત્યારે પોતાના પતિ એ રક્ષાબંધન આવતી હોવાથી એટીએમ માંથી પૈસા કાઢી ન આપતા પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો જે જગડામાં માથું લાગી જતા મહિલાએ ગળે ફાંસો ખાવાની કોશિશ કરતા તાત્કાલિક અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતા થોરાળા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોરી ગયો હતો આ અંગે પરિવાર એમ પી નો વતની હોય અને શ્રમિક કામ કરતો હોઈ આ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

