Bhavnagar તા.9
તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર-2025 કાર્યક્રમમાં, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સમગ્ર ભારતમાંથી કુલ 15 શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી, તેમાંથી સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ફક્ત એક જ શિક્ષક તરીકે, મહિલા આઈ.ટી.આઈ. ભાવનગરમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતાં ધારા યુ. શુકલની પસંદગી કરવામાં આવી હતી.
તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેઓએ નોકરી શરુ કરી ત્યારે કોસ્મેટોલોજી ટ્રેડમાં ફક્ત 6 ટ્રેઈની હતી અને તે પૈકી મોટાભાગની ગ્રામ્ય અને ગરીબ વિસ્તારમાંથી આવતી હતી.તેણે પ્રયત્નો કર્યા અને બદલી થઈ ત્યારે 6માંથી વિદ્યાર્થિનીની સંખ્યા 78 થઇ ગઇ. બાદમાં ભાવનગરમાં આવી સફળતાના નવા આયામ સિદ્ધ કર્યા.
ધારા શુકલને વડાપ્રધાનના નિવાસસ્થાને મુલાકાત લેવાનો અને તેઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરવાનો અવસર મળ્યો હતો.ધારા શુક્લ ભાવનગર શહેરના છે અને તેમને નોકરી મળ્યા બાદ સૌપ્રથમ જામનગર મહિલા આઈ.ટી.આઈ.માં પોસ્ટિંગ મળેલ હવે ભાવનગર ખાતે ફરજ બજાવે છે.
+તેઓ ભાવનગરમાં હાજર થયા ત્યારે ઓનરોલ ટ્રેઈનીઝની સંખ્યા માત્ર 16 હતી અને વર્ષ-2024માં ટોટલ 2 બેચ અને 48 ટ્રેઈનીઝ ઓનરોલ હતા. તેમના ટ્રેઈનીઝનો પાસ-આઉટ ટ્રેઈનીઝનો રેશિયો 98 થી 100%નો છે.