Canada, તા.31
દુનિયામાં અમેરિકા સહિતના દેશો હવે ઈમીગ્રેશન એટલે કે બહારથી આવતા નાગરિકો માટે પ્રવાસ અને ટ્રાન્ઝીટ મુસાફરો માટે પણ નિયમ બદલવા લાગ્યા છે તે સમયે હવે કેનેડા જવા માટે પણ ત્યાં વેલીડ વિઝા ધરાવનાર માટે પણ હવે પ્રવાસ અગાઉ ઈમીગ્રેશન ઓથોરિટી પાસેથી મંજુરી મેળવવી પડશે જેને ઈલેકટ્રોનીક ટ્રાવેલ ઓથોરાઈઝેશન તરીકે નામ અપાયુ છે અને વિમાનમાં પ્રવાસ કરતા પહેલા આ પ્રકારે માહિતી વેબસાઈટ પર લોન્ચ કરવી પડશે.
આ એક ડીઝીટલ એન્ટ્રી વ્યવસ્થા છે જે યાત્રીકના પાસપોર્ટની સાથે જોડાયેલી છે. હવાઈ યાત્રા કરતા પહેલા આ વ્યવસ્થા હેઠળ જે નાગરિકોને વિઝામુક્ત એન્ટ્રી છે તેને આ પ્રકારે ઓથોરાઈઝેશન કરવું પડયું છે જેનો ચાર્જ પણ લેવાશે.
જેમના પાસપોર્ટ પાંચ વર્ષ કે તે પુર્વે પુરા થતા હોય તેને પણ હાલ વ્યવસ્થા લાગુ થશે તેથી તેમાં વિલંબથી બચવા પુરી રીતે અગાઉથી જ ટિકીટ બુકીંગ કરાવી આ વ્યવસ્થા હેઠળ આવવું પડશે. ઓથોરાઈઝેશન દસ્તાવેજો ઉપરાંત પાસપોર્ટ અને તેના માન્ય વિઝા પણ જરૂરી છે અને તેમાં જે તે વ્યક્તિનો કોઈ ક્રિમીનલ રેકોર્ડ ન હોવો જોઈએ.
કેનેડાના ઈમીગ્રેશન અધિકારીઓને તે નિશ્ચિત થવું જોઈએ કે તેઓ પોતાના દેશ સાથે મજબૂત રીતે જોડાયેલા છે અને યાત્રા પુરી થયા બાદ તે પરત ફરશે અને યાત્રાનો પુરો ખર્ચ તે ઉઠાવવા સક્ષમ બનશે.

