New Delhi,તા.31
વિશ્વના અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલા તનાવ વચ્ચે આજે 26મી શાંધાઈ શિખર પરિષદની બેઠકમાં ભાગ લેવા કિર્ગીઝ રાજધાની બિશ્કેક પહોંચ્યા છે અને જયારે ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ પણ પહોંચી ગયા છે.
જેનાથી આ બેઠકમાં વડાપ્રધાન મોદી-જીનપિંગ તથા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીનની બેઠક પર સૌની નજર છે તો આ બેઠકમાં પાકના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પહોંચ્યા છે.
જો કે મોદી-શાહબાઝનો સંયુક્ત બેઠકમાં સામનો થશે પણ બન્ને વ્યક્તિગત રીતે મળે તેવો કોઈ બેઠકનું આયોજન થયુ નહી. આ સર્વેમાં હવે ભારતમાં બ્રિકસ બેઠક મળનાર છે તેમાં પણ પુટીન-જીનપિંગ હાજરી આપશે.
આમ ત્રણ શકિતશાળી દેશોના રાષ્ટ્રવાઓની સતત બે મુલાકાત અને અમેરિકાના ઈરાન યુદ્ધ-બ્રિકસની નવી ડીઝીટલ કરન્સી વિ. મુદા પણ ચર્ચાશે. 10 સભ્યોના શાંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની 2001માં સ્થાપના થયા બાદમાં 26મી બેઠક છે.
તે બાદ 12-13 સપ્ટેમ્બરે દિલ્હીમાં જીનપીંગ-પુટીન ભારત આવશે. હાલમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચીનની યાત્રાએ જઈ આવ્યા અને વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકર રશિયા ગયા હતા.

