New Delhi, તા.31
જળવાયું પરિવર્તનના કારણે સતલુજ નદીના કેચમેન્ટ એરિયા, જેમાં હિમાચલ પ્રદેશ અને તિબ્બત સહિત ટ્રાન્સ-હિમાલયી ક્ષેત્ર સામેલ છે, ત્યાં ગ્લેશિયલ તળાવોની સંખ્યા ઝડપથી વધી છે.
સતલુજ બેસિનમાં ગ્લેશિયલ તળાવો, ખાસ કરીને મોરેન-ડેમ વાળા તળાવોના વધવાથી ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF) થી નીચાણવાળા વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ શકે છે.
રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA) દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) માં રજૂ કરાયેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશ વિજ્ઞાન, ટેકનોલોજી અને પર્યાવરણ પરિષદ દ્વારા કરવામાં આવેલાં અભ્યાસનો હવાલો આપતાં સતલુજ નદીના કેચમેન્ટ એરિયામાં ગ્લેશિયલ તળાવોની સંખ્યામાં ઝડપી વધારાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો તળાવો ફાટે છે, તો નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે, વસાહતો, જળવિદ્યુત પ્રોજેક્ટ્સ, રસ્તાઓ અને અન્ય જરૂરી પાયાની માળખાકીય સુવિધાઓને ભારે નુકસાન થઈ શકે છે. અહીં સુધી કે હિમાચલ પ્રદેશ તથા તેની આસપાસનાં સંવેદનશીલ વિસ્તારોમાં લોકોનાં જીવને પણ જોખમ ઊભું થઈ શકે છે.
NDMA એ પાંચ પ્રમુખ સૂચનો આપ્યાં
અતિશય સંવેદનશીલ નદી બેસિનોમાં રાષ્ટ્રીય ગ્લોફ (GLOF) જોખમ ઘટાડા કાર્યક્રમનો ઝડપથી વિસ્તાર અને અમલીકરણ, જેમાં સતલુજ બેસિન જેવી સીમા-પાર નદી પ્રણાલીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવે.
હિમાલયી રાજ્યોમાં પાયાની માળખાકીય સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સની યોજના, મૂલ્યાંકન અને મંજૂરી પ્રક્રિયાઓમાં ગ્લોફના ભય અને જોખમોના વ્યાપક આંકલનને અનિવાર્યપણે સામેલ કરવામાં આવે.
જોખમોની ઓળખ કરીને લાગું થઈ રહ્યાં છે ઉપાયો
NDMA એ NGT ને કહ્યું કે સંબંધિત રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનાં સાહસો સાથે મળીને ભારતીય હિમાલયી ક્ષેત્રમાં તળાવો ફાટવાથી આવતા પૂરના જોખમોની ઓળખ, મોનિટરિંગ, આંકલન અને તેને ઘટાડવા માટે એક વ્યાપક સંસ્થાકીય માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
તેને લાગું પણ કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2023 માં સિક્કિમના સાઉથ લ્હોનક તળાવમાં આવેલી વિનાશકારી ગ્લેશિયલ તળાવ ફાટવાની (પૂરની) ઘટનાએ આપત્તિ જોખમ ઘટાડવાના ઉપાયોને મજબૂત કરવાની જરૂરિયાતને ઉજાગર કરી છે.
ગ્લેશિયર અને ગ્લેશિયલ તળાવોમાં તફાવત
ગ્લેશિયર એક ભૌગોલિક સંરચના છે. આ પહાડો અથવા ધ્રુવીય વિસ્તારોમાં લાંબા સમય સુધી જમા થયેલો બરફનો વિશાળ અને મોટો ભંડાર હોય છે, જે પોતાના વજન અને ગુરુત્વાકર્ષણના કારણે ખૂબ જ ધીમી ગતિએ નીચેની તરફ સરકે છે.
તેને હિમનદી પણ કહે છે. હિમાલયમાં સ્થિત ગંગોત્રી એક ગ્લેશિયર છે. તેવી જ રીતે ગ્લેશિયલ તળાવોને હિમનદીય તળાવ કહે છે. તેનું નિર્માણ ગ્લેશિયરની ગતિવિધિઓ અથવા તેના પીગળવાથી થાય છે.

