Junagadh તા.9
ચોરવાડ ગામે રહેતા યુવાનની 4 વર્ષ પહેલા થયેલી સગાઇ તુટી જતા વ્યથિત થયેલા યુવાને દરિયામાં કુદી જીવ દેતા પરિવારજનોમાં શોક છવાયો છે.
બનાવની વિગત મુજબ માળીયાહાટીના ચોરવાડ ખાતે રહેતા મોહનભાઇ રામજીભાઇ ચુડાસમા (ઉ.વ.ર3)ની સગાઇ ચારેક વર્ષ પહેલા ચોરવાડ ગામની સીમા ગોવિંદભાઇ વાજા સાથે થયેલ.
ગત તા.6/9/25ના તે સગાઇ તુટી જતાં જેમાં મોહનભાઇ માનસીક અસ્ત વ્યસ્ત રહેતો જેમાં તા.6/9ના ચોરવાડ દરિયામાં પડી ગયેલ જેમાં કુદી જવાના કારણે મોત નોંધાતા તપાસ હાથ ધરી છે.