Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ,હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ,હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩૧

    જનતાના પ્રશ્નો હલ કરવાને બદલે સોશિયલ મીડિયા પર ’રીલ્સના રાજા’ બનવા નીકળેલા મંત્રીઓને ગુજરાતની જનતાએ અસલી અરીસો બતાવી દીધો છે. સચિવાલયની એસી કેબિનોમાં બેસીને મોંઘા કેમેરા અને પ્રોફેશનલ પીઆર એજન્સીઓ પાછળ લાખો રૂપિયા ખર્ચનારા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતાનો કિલ્લો કડડભૂસ થઈ ગયો છે. એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, જીતુ વાઘાણી, રિવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, સંજય મહિડા, મોઢવાડિયા, કમલેશ પટેલ સહિત અન્ય મંત્રીના ફેસબુક, ટિ્‌વટર અને ઈન્સ્ટાગ્રામ પરથી ફોલોઅર્સ રોકેટની ગતિએ ઘટી રહ્યા છે, જેને પગલે હવે સચિવાલયના ગલિયારા ઉપરાંત કમલમમાં ફફડાટ ફેલાયો છે.

    એક તરફ દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડ મૂંઝવણમાં છે કે દેશની નવી પેઢી એટલે કે ’જેન-ઝી’ મતદારો કેમ નારાજ છે? યુવા મતદારોને કેવી રીતે રીઝવવા તે મુદ્દે ભાજપ હેડક્વાર્ટસ પર બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં મંત્રીઓને ડિજિટલ દુનિયામાંથી જાકારો મળી રહ્યો છે તેવું ચિત્ર ઉપસ્યું છે. એપ્રિલ ૨૬થી માંડીને ઓગષ્ટ-૨૬ સુધીમાં જ ઈન્સ્ટાગ્રામ પર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દોઢેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. મહેસૂલ મંત્રી સંજય મહિડાના ફોલોઅર્સ પણ ઘટ્યા છે. જ્યારે મંત્રી મનિષા વકીલના પંદરેક હજાર ફોલોઅર્સ ઘટ્યાં છે.

    ડીજીટલ દુકાન પર રિવાબા જાડેજાના સમર્થકોની સંખ્યા સૌથી વધુ ઘટી છે. પાંચેક લાખ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટિ્‌વટર પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને વન-પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાના ચાહકોની સંખ્યા ઘટી છે. ફેસબુક પર મંત્રી કુંવરજી બાવળિયાના ૨૧ હજાર જ્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલના ૨૦ હજારથી વધુ ફોલોઅર્સ ઘટ્યાં છે. મંત્રી કમલેશ પટેલના પણ ફોલોઅર્સ ઘટ્યાં છે. ટૂંકમાં, ફેસબુક અને ટિ્‌વટર પર મંત્રીઓની લોકપ્રિયતા ઘટી છે.

    ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ માટે હવે ધોમધખતા તાપમાં જનતાની વચ્ચે જઈને રસ્તા, પાણી, બેરોજગારી અને મોંઘવારીના સવાલોનો સામનો કરવાની હિંમત રહી નથી. પરિણામે, મંત્રીઓને હવે લોકોના પ્રશ્નો ઉકેલવા કરતા ફેસબુક- ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધારવાનું ’ડિજિટલ ઘેલું લાગ્યું હતું. જનતા પોતાના હક્કના કામો માટે ગાંધીનગર સચિવાલયમાં ધક્કા ખાઈ રહ્યાં છે. મુલાકાતના દિવસે પણ મંત્રીઓ મિટીંગના નામે વ્યસ્તતાનો ડોળ કરી રહ્યાં છે. બીજી તરફ, પ્રજાના કામો કરવાને બદલે મંત્રીઓ કયા એન્ગલથી ચહેરો સારો દેખાશે, કઈ સ્લો-મોશન એન્ટ્રી રાખવી અને કયા ટ્રેન્ડિંગ મ્યુઝિક પર રીલ્સ બનાવવી તેની ‘વ્યૂહાત્મક બેઠકો’ કરી રહ્યાં છે.

    મંત્રીઓમાં અત્યારે ડિજિટલ લોકપ્રિયતા મેળવવાની હોડ જામી છે. સ્પર્ધા એ વાતની નથી કે કોણે પોતાના મત વિસ્તારના પ્રશ્નો વધુ ઉકેલ્યા, પણ સ્પર્ધા એ વાતની છે કે કોની રીલ્સ પર કેટલી ‘લાઈક્સ’ અને ‘વ્યૂઝ’ આવ્યા! સરકારનો જાણે નવો ફતવો હોય તેમ લોકોના પ્રશ્નો ઉકેલો કે ન ઉકેલો, પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો. પરંતુ હવે આ પોકળ ડિજિટલ પબ્લિસિટીની હવા નીકળી ગઈ છે.

    ઘટતા ફોલોઅર્સ મુદ્દે કોંગ્રેસ અને આપ નેતાઓએ કટાક્ષ કર્યો કે, રાજ્યમાં બેરોજગારી, સરકારી ભરતીના કૌભાંડો અને મોંઘવારીની અસલી રીલ્સ રોજ બની રહી છે, પણ મંત્રીઓ પોતાના ચહેરા પર ‘બ્યુટી ફિલ્ટર’ લગાવીને બધું સલામત હોવાનો ભ્રમ પેદા કરી રહ્યા છે. મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ જનતાના ટેક્સના રૂપિયા ઉડાવી રહ્યા છે. મંત્રીઓ રીલ્સ જ બનાવવાને બદલે પ્રજાના વણઉકેલાયેલાં પ્રશ્નોનો ઉકેલ લાવે. હાલ તો આખી સરકાર જ ‘વર્ચ્યુઅલ’ છે તેવું લાગી રહ્યું છે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleશેર બજારમાં નફા મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી
    Next Article પાક. નેતા Bilawal Bhutto કરશે યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન?
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ-ઓલિમ્પિક માટે શહેરની તૈયારી, પરંતુ ૨૦૦થી વધુ શાળા ‘મેદાન’ વિહોણી!

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.