Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    ગુજરાત

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૨૭

    ગાંધીનગર હાઉસિંગ બોર્ડમાં ચેરમેન અને અધિકારી હોવાની ખોટી ઓળખ આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નરોડામાં ૩ મ્ૐદ્ભ ફ્લેટ અપાવવાની લાલચ આપી હાઈકોર્ટના વકીલ સાથે રૂ.૨.૩૦ લાખની ઠગાઈ થયાનો કિસ્સો સામે આવ્યો છે. ન્યુ રાણીપમાં રહેતા દંપતીએ વકીલનાં પત્નીના નામે ફ્લેટ અપાવવાનું કહી કુલ રૂ.૨,૨૯,૫૦૦ મેળવ્યા હતા. જોકે, નક્કી કરેલા સમય બાદ પણ ફ્લેટનું પઝેશન નહીં મળતાં અને દંપતીએ ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં વકીલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.સરદારનગરના નોબલનગર પાસે કબીરનગરમાં રહેતા દિનેશભાઈ પ્રેમજીભાઈ સલાટ (ઉં.વ.૪૨) વર્ષ ૨૦૧૨થી ગુજરાત હાઈકોર્ટ અને સેશન્સ કોર્ટમાં વકીલાત કરે છે. ફરિયાદ અનુસાર, ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ તેઓ સરદારનગર પોલીસ સ્ટેશન પાછળ ભદ્રેશ્વર જોગણી માતાના છાપરામાં રહેતાં તેમનાં માતા જમનાબેનના ઘરે હતા. ત્યારે ન્યુ રાણીપની બી-આલોક રેસિડેન્સીમાં રહેતાં સુરેખાબેન ઉર્ફે ટીકુ બળદેવભાઈ રાવત ત્યાં આવ્યાં હતાં.સુરેખાબેને તેમના પતિ નીરવભાઈ રાજેશભાઈ જોષી ગાંધીનગર હાઉસિંગ બોર્ડમાં અધિકારી અને ચેરમેન હોવાનું જણાવી દિનેશભાઈનાં પત્ની લીલાબેનના નામે નરોડામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૩ મ્ૐદ્ભ ફ્લેટ અપાવવાની વાત કરી હતી. આ માટે કુલ રૂ.૨,૨૯,૫૦૦ ભરવા પડશે અને બાકીની રૂ.૯ લાખની લોન થઈ જશે તેવી ખાતરી આપી હતી. આ વાતમાં વિશ્વાસ રાખીને દિનેશભાઈએ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગુગલ પે મારફતે સુરેખાબેનને રૂ.૯૫ હજાર ટ્રાન્સફર કર્યા હતા. તે જ દિવસે રાત્રે તેઓ દંપતીના ન્યુ રાણીપ સ્થિત ઘરે ગયા હતા, જ્યાં ભાડા કરાર અને નોટરી ખર્ચના નામે રૂ.૫,૫૦૦ રોકડા આપ્યા હતા. આ સમયે નીરવ જોષીએ પણ પોતે ચેરમેન હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીના રોજ ફોર્મ મંજૂર થઈ ગયું હોવાનું કહી દંપતીએ રૂ.૧.૨૦ લાખ રોકડા મેળવ્યા હતા. આ ઉપરાંત મકાનનું પઝેશન જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૬માં મળી જશે તેવી વાત કરી ૧૧ જૂનના રોજ રૂ.૮,૫૦૦ અને ૧૧ સપ્ટેમ્બરના રોજ રૂ.૧,૦૦૦ ગુગલ પે મારફતે મેળવ્યા હતા.દંપતીએ વકીલનો વિશ્વાસ જીતવા માટે તેમનાં પત્નીના નામે પંજાબ નેશનલ બેંકમાં ઝીરો બેલેન્સ ખાતું પણ ખોલાવ્યું હતું અને તેની પાસબુક મંગાવી હતી. જોકે, ઓગસ્ટ ૨૦૨૬ બાદ પણ ફ્લેટનું પઝેશન ન મળતાં દિનેશભાઈએ દંપતીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને ફોન સ્વીચ ઓફ કરી દેતાં પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાયું હતું. આ અંગે દિનેશભાઈએ સુરેખાબેન અને નીરવ જોષી વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત સહિત કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

    Ahmedabad Housing Board
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    Next Article નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026
    વડોદરા

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026
    ગુજરાત

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    ગુજરાત

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026
    વડોદરા

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026
    ગુજરાત

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.