Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ
    અમદાવાદ

    Ahmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૪માં ચોમાસાના ચાર મહિના પૈકી ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો

    Ahmedabad, તા.૩૧

    રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જોકે ઓગસ્ટ મહિનો કોરો રહેવા પામ્યો હતો. રાજ્યના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ખાધ જોવા મળી હતી. રાજ્યના ૩૪ જિલ્લાઓમાંથી ૧૧ જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશ વરસાદની ૫૦ ટકા સુધીની ઘટ નોંધાઈ હતી.ૈંસ્ડ્ઢની  અનુસાર, ૮૭ ટકાની ઘટ સાથે દેવભૂમિ દ્વારકા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. તે દેશના સૌથી વધુ વરસાદની ખાધ ધરાવતા જિલ્લાઓમાં સામેલ થઈ ગયો છે, જે માત્ર અરુણાચલ પ્રદેશના અંજાવ ની ૮૯ ટકા ઘટ જેવા જિલ્લાઓથી જ પાછળ છે. ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત અને છેલ્લા ૧૦ વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે ગુજરાત તેની મોસમનો ૧૦૦% વરસાદ મેળવી શક્યું નથી.

    નિષ્ણાતો જણાવે છે કે ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ વરસાદ ૭૫ ટકા હોવો જોઈએ, પરંતુ આ આંકડો વાસ્તવિકતા છુપાવે છે.એક હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે, લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાધ જોવા મળી રહી છે. પરંપરાગત રીતે સૂકા અને પાણીની અછતવાળા ગણાતા આ બંને વિસ્તારોમાં છેલ્લા દાયકામાં પાણીની સારી ઉપલબ્ધતા સાથે સ્થિતિ સુધરી હતી. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં તેની વાર્ષિક સરેરાશનો માત્ર ૨૯ ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ૫૬ ટકા વરસાદ પડ્યો છે. હવે સારા વરસાદની શક્યતાઓ ઓછી છે, પરંતુ નહિવત નથીસ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, ગાંધીનગર અનુસાર, અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલા મુખ્ય જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા ૬ ટકા, પોરબંદર ૧૮ ટકા, કચ્છ ૧૯ ટકા, જામનગર ૨૮ ટકા, ગીર સોમનાથ ૪૬ ટકા, સાબરકાંઠા ૪૬ ટકા, અરવલ્લી ૪૬ ટકા, રાજકોટ ૪૭ ટકા અને છોટા ઉદેપુર ૫૦ ટકાનો સમાવેશ થાય છે.

    આ વર્ષના અસમાન વરસાદમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશના ૧૦૦% કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉના એક વિશ્લેષણ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીનો લગભગ ૬૦% વરસાદ માત્ર ૧૫ દિવસના ગાળામાં જ પડી ગયો હતો, જે છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદનું વલણ દર્શાવે છે.વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૪માં ચોમાસાના ચાર મહિના પૈકી ઓગસ્ટમાં સૌથી વધુ (૪૦૦ મિમીથી વધુ) વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટમાં માત્ર ૯૬.૫ મિમી વરસાદ પડ્યો છે. જીર્ઈંઝ્રના ડેટા મુજબ, ઓગસ્ટ મહિનાના વરસાદની દ્રષ્ટિએ આ ૨૦૨૩ (૨૫.૫ મિમી) અને ૨૦૨૧ (૬૫.૩ મિમી) પછીનો ત્રીજો સૌથી ઓછો વરસાદ છે.છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં સરેરાશ માત્ર ૨.૩ મિમી વરસાદ નોંધાયો છે. વરસાદની આ ઘટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને ‘સૌની યોજના’ મારફતે પાણી પૂરું પાડવાની જાહેરાત કરી હતી.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો
    Next Article Kashi માં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો રેકોર્ડ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોમનવેલ્થ-ઓલિમ્પિક માટે શહેરની તૈયારી, પરંતુ ૨૦૦થી વધુ શાળા ‘મેદાન’ વિહોણી!

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.