New Delhi,તા.01
દેશની ટોચની રાષ્ટ્રીયકૃત પંજાબ નેશનલ બેન્કની કરન્સી ચેસ્ટમાં રૂા.7.40 કરોડની સાચી અસલી નોટોના સ્થાને બનાવટી-નોટો ગોઠવીને બેન્ક સાથે મોટી છેતરપીંડીનો ઘટસ્ફોટ થયો છે.પી.એન.બી. તરીકે ઓળખાતા આ બેન્કની ઉતરપ્રદેશની સરહાનપુર બ્રાન્ચ જે કરન્સી ચેસ્ટની વ્યવસ્થા ધરાવે છે તેમાં બેન્કના જ અધિકારી અને બહારના વ્યક્તિઓએ ચાલાકીપુર્વક આ હેરાફેરી કરી હતી.
આ અંગે હવે પોલીસે ફરિયાદ નોંધી બેન્કના ડિવિઝન મેનેજર રવિકુમાર, કરન્સી ચેસ્ટ મેનેજર કુમાર ચૌબે અને એક અધિકારી અમીતકુમારને શંકાસ્પદ આરોપી ગણાવ્યા છે.આ અંગે બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર નિશાસિંઘના જણાવ્યા મુજબ રિઝર્વ બેન્કને મોકલાયેલા રેમીટન્સ (જમા ચલણી નોટો)માં રૂા.4.36 લાખની ઘટન આવી હતી. જેના કારણે બ્રાન્ચનું ઓડીટ થતા જ તેમાં બનાવટી નોટોનો કરોડોનો જથ્થો ગોઠવી દેવાયાનું બહાર આવ્યુ હતું.પોલીસ સીસીટીવી કબ્જે કર્યા છે. હવે જવાબદાર અધિકારીઓની પુછપરછ થઈ રહી છે.

