New Delhi,તા.01
ઈરાન યુદ્ધના કારણે જે રીતે ભારતની વૈશ્વિક સપ્લાય ખોરવાઈ છે તથા ક્રુડતેલના કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન- શીપીંગ ખર્ચ વધ્યા છે. તેથી મોબાઈલથી લઈ કાર તમામના ભાવમાં વધારો થયો છે.
સ્માર્ટ ફોન સહિતના ઈલેકટ્રોનિક અને કાર સહિતના ઓટો ઉદ્યોગને સિલીકોન ચીપથી પ્લાસ્ટીક સહિતના ભાવવધારો પરેશાન કર્યો છે પણ તહેવારોની મૌસમ શરૂ થઈ છે. આગામી દિપાવલી તથા બાદમાં નવા વર્ષ સુધી બજારમાં નવી ખરીદીની જે ધારણા છે તેનાથી આ તમામ ઉત્પાદકોએ અત્યંત જરૂરી હોય તેઓજ લઘુતમ ભાવવધારો કર્યો છે.નવેમ્બર માસ સુધી આ ભાવ જાળવી રખાશે તેવો અંદાજ છે. ઉદ્યોગોના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઉત્પાદકો હાલ માંગને કોઈ ઠેસ પહોંચે તે ચિંતા કરી રહ્યા છે. તેથી અગાઉ જેવો મોટો ભાવવધારો થતો હતો તે ટાળ્યા છે.
એરકન્ડીશન, રેફ્રીજરેટર વિ. ઉત્પાદક `હાયર’ના ચીફ એકઝીકયુટીવના જણાવ્યા મુજબ હાલ 2% જેટલો ભાવ વધારો કર્યો છે. દેશની ટોચની કાર કંપનીઓ હુંડાઈ, મારુતી અને ટાટા મોટર્સ પણ રૂા.25000 થી રૂા.30000નો ભાવવધારો કર્યો છે.તેઓને પણ ગ્રાહકને આંચકો ન લાગે તે ચિંતા કરી છે. સ્માર્ટફોન ઉત્પાદકો પણ તેજ મુડમાં છે. કોઈ કંપની કહેતી નથી કે અમોએ ભાવ વધાર્યા છે પણ મોડેલ દીઠ રૂા.500થી રૂા.5000નો ભાવવધારો કર્યો છે.નવરાત્રી-દીપાવલીની ઓટો- સ્માર્ટફોન વિ. વેચાણએ વાર્ષિક વેચાણના 25-30% હોય છે તો રેડીમેઈડ ગારમેન્ટમાં પણ મોટો રિટેલ ચેઈન- મોલમાં પ્રાઈઝ લેબલ કર્યા છે.

