Mumbai,તા.11
હાલમાં `રાઈઝ એન્ડ ફોલ’ શો ખૂબ ચર્ચામાં છે. ઘણા સેલેબ્સ આ શો માં પાર્ટિસિપેટ કરવા માટે ગયા છે, જેમાં ઉદિત નારાયણનો દીકરો આદિત્ય નારાયણ પણ સામેલ છે. આ શો કેટલાક ક્નટેસ્ટેન્ટના ચોંકાવનારા નિવેદનો અને કેટલાક ઝઘડાઓને કારણે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. હવે તાજેતરના એક એપિસોડમાં આદિત્ય નારાયણે નેપોટિઝમ અંગે મૌન તોડ્યું છે. આદિત્ય કહે છે કે મેં ખૂબ મહેનત કરી છે.
વાસ્તવમાં આ શોનો ક્નટેસ્ટેન્ટ ભોજપુરી સ્ટાર પવન સિંહ કહે છે કે જ્યારે તમારા પિતા સુપરસ્ટાર હોય છે, તો તેની પણ કેટલીક સમસ્યાઓ અથવા પ્રેશર હોય છે. આના પર આદિત્ય કહે છે કે, જુઓ નેપોટિઝમ બધા સાથે નથી ચાલતું. તેના પણ લેવલ હોય છે.
અમે પણ સખત મહેનત કરી છે, કરી રહ્યા છીએ અને કરતા રહીશું. અમાં પહેલું ગીત જે હિટ થયું હતું, રામજી કી ચલ દેખો, ફિલ્મ રામલીલાનું હતું. તે ખૂબ જ ચાલ્યુ અને હવે એવું લાગે છે કે આ તો હજુ શરૂઆત છે.