Junagadh તા. ૧૧ :
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી-૨૦૨૫-૨૬ ઋતુમાં વાવેતર માટે દેશી ચણાની GJG-3, GG-5, GJG-6, GG-7 અને કાબુલી ચણાની GKG-1, જીરૂની GC-4 અને ઘઉંની Lok-1 અને GW-496 જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર તા. ૧૫-૦૯-૨૦૨૫ થી તા. ૨૫-૦૯-૨૦૨૫ સુધી કરવાની રહેશે. ખેડૂતમિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ બે હેક્ટર જમીનની મર્યાદામાં ચણામાં વધુમાં વધુ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.), જીરૂમાં ૫ બેગ (૧૦ કિ.ગ્રા.) અને ઘઉંમાં ૧૦ બેગ (૪૦૦ કિ.ગ્રા.) સુધી મળવાપાત્ર થશે.
ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. તથા જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ પીબીએક્ષ ૪૫૦ પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.