Morbi,તા.12
વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ કારખાનામાં બે વર્ષના બાળકને લોડર ચાલકે અડફેટે લીધું હતું કારખાનામાં રમતા બે વર્ષમાં માસૂમ બાળકને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ તિરુપતિ કોલ સપ્લાયર્સ કારખાનામાં કામ કરતા દલ્લુંભાઈ મોહનભાઈ બિલવાલ (ઉ.વ.૩૦) વાળાએ લોડર જીજે ૩૬ એસ ૬૬૯૯ ના ચાલક રાકેશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૦ ના રોજ ફરિયાદીના બે વર્ષના દીકરા અંકિત કારખાનામાં રમતો હતો ત્યારે આરોપી રાકેશભાઈએ લોડર પુરઝડપે ચલાવી અંકિતને હડફેટે લઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી હતી અને માસૂમ બાળકનું ગંભીર ઈજાને પગલે મોત થયું છે વાંકાનેર સીટી પોલીસે આરોપી લોડર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે