Morbi,તા.12
વાંકાનેર નજીક આવેલ ફેક્ટરીની લેબર કોલોનીમાં રાત્રીના પેશાબ કરવા જતી વખતે આધેડનો પગ લપસી જતા માથામાં ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોનીક્ષ સિરામિકમાં રહેતા જગન્નાથ રુહ્યા ડોલમ (ઉ.વ.૫૧) નામના આધેડ ગત તા. ૧૧ ના રાત્રીના દોઢેક વાગ્યે લેબર કોલોનીની બાજુમાં પેશાબ કરતા જતા હતા ત્યારે અકસ્માતે પગ લપસી જતા માથાના પાછળના ભાગે ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા