રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૯.૨૦૨૫ ના રોજ..
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૪૮ સામે ૮૧૭૫૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૪૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૫ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૯૦૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૦૪ સામે ૨૫૧૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૨૦૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વૈશ્વિક મોરચે ટ્રમ્પ હજુ વિશ્વને ટેરિફના નામે નચાવવાનું ચાલુ રાખીને ભારત પર ૧૦૦% ટેરિફ યુરોપીયન યુનિયન લાદે એવી હાકલ કર્યા સામે યુરોપના દેશોએ ઈન્કાર કરી દેતાં અને બીજી તરફ યુક્રેન – રશીયા યુદ્ધ, ઈઝરાયેલ – હમાસ યુદ્ધની સાથેસાથે નેપાળ, ફ્રાંસમાં આંતરવિગ્રહની પરિસ્થિતિને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહ્યા સામે આજે સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક અશાંતી વચ્ચે પણ ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ ફરી વહેતો થવાની અપેક્ષાએ ખરીદી વધતી જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં જાહેર થયેલા ડેટા પ્રમાણે રિટેલ ફુગાવો અપેક્ષા પ્રમાણે વધીને આવતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત આવવાની શકયતા વધતા ડોલરમાં સુધારો આવતા ડોલર સામે રૂપીયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધારા વચ્ચે વર્તમાન વર્ષ તથા આગામી વર્ષ માટે ક્રુડઓઈલની માંગના અંદાજને જાળવી રખાતા ક્રુડઓઈલના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૭% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૧૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૮૨ અને વધનારની સંખ્યા ૨૦૬૧ રહી હતી, ૧૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે બીઈએલ ૩.૬૭%, બજાજ ફાઈનાન્સ ૩.૪૧%,બજાજ ફિનસર્વ ૨.૩૮%, એક્સિસ બેન્ક ૧.૬૪%, મારુતિ સુઝુકી ૧.૫૧%, ટાટા મોટર્સ ૧.૩૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૧૩%, લાર્સન લિ. ૧.૦૮%, ઈન્ફોસિસ લિ. ૧.૦૬% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૮૨% વધ્યા હતા, જ્યારે ઈટર્નલ ૨.૦૧%, હિન્દુસ્તાન યુનિલિવર ૧.૪૩%, ટ્રેન્ટ લિ. ૦.૭૯%, ટાઈટન કંપની લિ. ૦.૬૧%, ભારતી એરટેલ ૦.૫૧%, એશિયન પેઈ્ટ્સ ૦.૪૫%, આઈટીસી લિ. ૦.૩૪%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૧૮% અને એચસીએલ ટેકનોલોજી ૦.૧૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સામે મિડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૫૪ લાખ કરોડ વધીને ૪૫૮.૭૨ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૮ કંપનીઓ વધી અને ૧૨ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતના વિકાસ દર અંગે રેટિંગ એજન્સી ફિચે તાજેતરમાં પોતાના અંદાજમાં વધારો કર્યો છે. મજબૂત સ્થાનિક માંગ અને અનુકૂળ નાણાકીય સ્થિતિના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે દેશનો વૃદ્ધિ દર ૬.૫% પરથી વધારીને ૬.૯% કરવામાં આવ્યો છે. એપ્રિલ – જૂન ક્વાર્ટરમાં આર્થિક પ્રવૃત્તિમાં થયેલો ઝડપી વધારો, જીડીપી વૃદ્ધિમાં નોંધાયેલા સુધારા અને ગ્રાહક ખર્ચમાં મજબૂત વૃદ્ધિ આ પરિવર્તનના મુખ્ય પરિબળો રહ્યા છે. મજબૂત વાસ્તવિક આવક, જીએસટી સુધારા અને સ્થાનિક રોકાણો સાથે દેશની આંતરિક માંગ અર્થતંત્રને સશક્ત બનાવી રહી છે. ફિચના અંદાજ અનુસાર, આવતા ક્વાર્ટરમાં ગ્રાહક ખર્ચમાં વધુ વધારો થવાની શક્યતા છે, જે અર્થતંત્રને આગળ વધારશે.
વૈશ્વિક સ્તરે જોવામાં આવે તો, ભારતની વૃદ્ધિની ગતિ અન્ય મોટા અર્થતંત્રોની તુલનામાં વધુ મજબૂત જણાઈ રહી છે. અમેરિકા અને યુરોપ જેવા બજારોમાં મંદીનો દબાવ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર સ્થાનિક માંગ અને રોકાણના આધાર પર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. જોકે, ફિચે ચેતવણી આપી છે કે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭થી વૃદ્ધિનો દર ઘટીને ૬.૩% અને ત્યારબાદ ૨૦૨૭-૨૮માં ૬.૨% થવાની શક્યતા છે, કારણ કે અર્થતંત્ર પોતાની ક્ષમતા કરતા ઉપર ચાલી રહ્યું છે. આથી, વૈશ્વિક વેપાર પ્રવાહો અને આંતરરાષ્ટ્રીય માંગનો દબાવ આવતા વર્ષોમાં દેશની વૃદ્ધિ પર અસર કરી શકે છે, તેમ છતાં હાલની પરિસ્થિતિ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં મજબુત સ્થાન આપે છે.
તા.૧૫.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૧૨.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૦૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૭૨ પોઈન્ટ થી ૨૫૩૦૩ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- અદાણી પોર્ટ્સ ( ૧૪૦૦ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૨૪ થી રૂ.૧૪૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૮ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૩૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૪૧૪ થી રૂ.૧૪૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- એક્સીસ બેન્ક ( ૧૧૦૯ ) :- રૂ.૧૦૮૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૭૩ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૨૩ થી રૂ.૧૧૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૦૯૫ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૦૯ થી રૂ.૧૧૨૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૦૬૦ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૬૪ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૧૯ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઈન્ફોસીસ લિ. ( ૧૫૨૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૬૩ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૯૭ થી રૂ.૧૪૮૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૭૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૬૮ ) :- રૂ.૧૪૮૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૪૧ ) :- પર્સનલ કેર સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૮૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- જીન્દાલ સ્ટીલ ( ૧૦૩૭ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૭૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૦૮ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૮૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૭૦ ) :- રૂ.૯૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૧૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૭ થી રૂ.૬૪૦ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies