Mumbai,તા.15
અભિનેતા અલી ગોની અને જાસ્મીન ભસીન ટેલિવિઝનના જાણીતા કપલમાંથી એક છે. બંનેના રિલેશનને છેલ્લા કેટલાક સમયથી ઘણીવાર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા સમય પહેલા જ અલી અને જાસ્મિને સાથે રહેવાનું શરૂ કર્યું છે. જો કે હવે અલીએ જણાવ્યું કે તેણે જાસ્મિન સાથે લિવ એન્ડ રિલેશનશિપમાં રહેવા માટે એક શરત મૂકી હતી.
અલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,’જ્યારથી અમે સાથે રહેવાનું શરૂ કર્યું ત્યારથી ઘણું બધું બદલાયું છે. અમારા રૂમ જુદા- જુદા છે કારણકે મને મારી સ્પેસ જોઈએ છે, જે એક સારી વાત છે’.
જણાવી દઇએ કે બંને સાથે શિફ્ટ થવાના હતા ત્યારે અલીએ પહેલાથી જ તેના બ્લોગમાં સ્પષ્ટ કર્યું હતું કે બંનેના જુદા-જુદા રૂમ હશે, રિયાલીટી શો Big Boss માં સ્પર્ધક તરીકે હતા ત્યારથી જ જાસ્મિને અલી સાથે રહેવાની યોજના બનાવી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં જાસ્મિને કહ્યું હતું કે, ‘Big Boss પછી અમે નિર્ણય લીધો હતો કે અમે સાથે રહીશું. અમે ઘર શોધવાનું પણ શરૂ કર્યું. મેં નક્કી કરી લીધું હતું કે મારું પોતાનું ઘર હશે, હું તેમાં ડિઝાઇન કરીશ અને મારું આ સપનું પૂર્ણ થયું.’
આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકોએ અલીને ટ્રોલ કર્યો હતો. ત્યારે અલીએ કહ્યું હતું કે, ‘હું કંઈક વિચાર કરતો હતો. મને નથી ખબર કે આટલી વાતમાં વિવાદ સર્જાઈ શકે છે. અમે પૂજા નથી કરતા, અમારા ધર્મમાં તેની મંજૂરી નથી, પરંતુ અમે બધા જ ધર્મનો આદર કરીએ છીએ. કુરાનમાં પણ લખ્યું છે બધા જ ધર્મનો આદર કરવો જોઈએ.’