યુનાઇટેડ નેશનમાં અલગ પેલેસ્ટાઇન દેશની રચના અંગેની ચર્ચા દરમિયાન વિશ્વમાં ઇઝરાયેલ એકલું પડી ગયું છે
Jerusalem, તા.૧૫
અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રુબિયોના જેરુસલેમમાં આગમન વચ્ચે ઇઝરાયેલે ઉત્તરી ગાઝા પર હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા હતાં. ભીષણ હવાઈ હુમલામાં ગાઝામાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ હતી અને ઓછામાં ઓછા ૧૨ પેલેસ્ટિનિયનોના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયાં હતાં. ઇઝરાયેલની મુલાકાત પહેલા રૂબિયોએ જણાવ્યું હતું કે તેઓ ગાઝા અંગેની ભાવિ યોજના અંગે ઇઝરાયેલ પાસેથી જવાબ માંગશે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે કતારમાં હમાસના આતંકીઓ પર ઇઝરાયલના હુમલા પછી ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને તેનાથી અમેરિકી વિદેશ મંત્રી બે દિવસની મુલાકાતના ભાગરૂપે ઇઝરાયેલ પહોંચ્યાં છે. યુનાઇટેડ નેશનમાં અલગ પેલેસ્ટાઇન દેશની રચના અંગેની ચર્ચા દરમિયાન વિશ્વમાં ઇઝરાયેલ એકલું પડી ગયું છે. આ સ્થિતિ રૂબિયાઓની મુલાકાતને ઇઝરાયેલને સમર્થન માટેની મુલાકાત ગણવામાં આવે છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતાન્યાહુ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો જોરદાર વિરોધ કર્યાં છે. દોહામાં હમાસ નેતાઓ પર ઇઝરાયલી હુમલા બદલ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂ સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. શુક્રવારે, રુબિયો અને ટ્રમ્પે ઇઝરાયલી કાર્યવાહીના પરિણામોની ચર્ચા કરવા માટે કતારના વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઇઝરાયલ અને કતાર સાથેની બેઠકો દર્શાવે છે કે દર્શાવે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર બંને દેશો સંતુલન રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે.