New Delhi તા.17
25 ઓકટોબરથી પ્રારંભ
રેલવે બોર્ડે મહાદેવ ભકતો માટે ખાસ ટ્રેનની ભેટ આપી છે. જે અંતર્ગત ચાર જયોર્તિલીંગ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોને આવરી લેતી ખાસ ટ્રેન આગામી 15 ઓકટોબરથી શરૂ કરવામાં આવશે.
રેલવે બોર્ડનાં એક સીનીયર અધિકારીએ કહ્યુ કે ટ્રેનનું સંચાલન આઈઆરસીટીસીને સોંપવામાં આવ્યું છે. 9 દિવસની સફરમાં યાત્રાળુઓને ચાર જયોર્તિલીંગ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જવામાં આપશે ટ્રેનને ગૌરવ એકસપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેનથી પ્રાચીન આસ્થા તથા આધુનિક ભારતનાં ગૌરવનું દર્શન થશે. ટ્રેનમાં માત્ર શુદ્ધ શાકાહારી ભોજન જ આપવામાં આવશે.
ટ્રેનમાં 762 પ્રવાસીઓ મુસાફરી કરી શકે તેટલી ક્ષમતા રહેશે. જેમાં ઈકોનોમી સ્ટાર્ન્ડડ તથા કમ્ફર્ટ શ્રેણીનાં કોચ રહેશે રૂા.19555 થી 39410 રૂપિયાનું ભાડૂ રહેશે.
નવ દિવસના સમગ્ર પેકેજમાં શાકાહારી ભોજન, આવાસ, યાત્રા, દરમ્યાન વાહન વ્યવસ્થા, વીમા, સુરક્ષા જેવી તમામ આવશ્યક સુવિધા સામેલ રહેશે.
રેલવે અધિકારીનાં કહેવા પ્રમાણે આ ટ્રેન મારફત યાત્રાળુઓને ઉજજૈનમાં મહાકાલેશ્વર, દ્વારકા, નાગેશ્વર, સોમનાથ તથા અંકલેશ્વર જોવા ચાર જયોર્તિંલીંગનાં દર્શન કરાવાશે. ઉપરાંત દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ તથા ભારતનાં ગૌરવ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દર્શન કરાવાશે.