Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court
    • Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા
    • છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન
    • Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર
    • કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે
    • રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ
    • BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ
    • Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા
    રાષ્ટ્રીય

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08

    ખાંડ અને ગોળના ભાવમાં ૨.૭ ટકાના દરે છેલ્લાં ત્રણ-ચાર મહિનામાં વધારો થતાં મીઠાઈઓ, ચોકલેટ્સ સહિત ખાંડ-ગોળમાંથી બનતી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. ગણેશ ચતુર્થીના લાડુથી લઈને નવરાત્રિ અને દિવાળીની મીઠાઈઓ મોંઘી પડશે. તહેવારો પહેલાં દેશમાં મીઠાઈઓના ભાવમાં ૬-૭ ટકાનો વધારો ઝીંકાય તેવી શક્યતા છે. મીઠાઈ, ચોકલેટ્સ, બિસ્કિટ જેવી પ્રોડક્ટ આગામી મહિનાઓમાં મોંઘી થઈ જાય તેવી ભીતિ છે. ખાંડના ભાવ વધતાં સરવાળે લોકોના તહેવારો મોંઘા થશે. ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ જશે. ખાંડના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં હજુય કિલોનો ભાવ ૬૨ રૂપિયા હોવાથી આ સ્થિતિ આવી છે.
    કન્ઝયૂમર મંત્રાલયના આંકડાં પ્રમાણે જુલાઈમાં રિટેઈલ ખાંડનો કિલોનો ભાવ ૪૭ રૂપિયા હતો. મહિનાના અંતે ૪૮.૧૮ રૂપિયા સુધી પહોંચ્યો હતો. તે પછી દર મહિને ખાંડના ભાવમાં સરેરાશ ૨.૭ ટકાના દરે વધારો થતો રહ્યો છે. ખાંડના ભાવ ૭૦ સુધી પહોંચી ગયા પછી હવે ૩.૮૫ ટકાનો ઘટાડો નોંધાયો છે, તે છતાં રિટેઈલ ખાંડનો કિલોનો ભાવ અત્યારે ૬૨.૫૭ રૂપિયા બોલી રહ્યો છે. એટલું જ નહીં, ગોળના ભાવમાં પણ જુલાઈથી દર મહિને ૧.૭૫ ટકાનો વધારો ઝીંકાયો છે. ગોળમાં વાર્ષિક વૃદ્ધિદર ૬.૨૮ સુધી પહોંચી ચૂક્યો છે.
    ખાંડ અને ગોળના ભાવમાં આટલો તોતિંગ વધારો થતાં તેની સીધી અસર સ્વીટ્સ અને ચોકલેટ્સના ઉત્પાદન પર થઈ છે. છેલ્લાં ત્રણ જ મહિનામાં મીઠાઈઓની બનાવટના ભાવમાં ૬.૦૮ ટકાનો વધારો થયો છે. ખાંડ અને ગોળના ભાવ વધવાની સાથે મીઠાઈ બનાવતી કંપનીઓ અને દુકાનોએ કિંમત વધારી દીધી છે. એવી પણ દહેશત છે કે તહેવારોની સીઝન માટે બનતા પેકેટ્સના ભાવ તો વધશે જ, સાથે સાથે વજન પણ ઘટી જશે. ધારો કે કિલોના પેકેટ્સના મીઠાઈના ભાવ ગયા વર્ષે હતા એનાથી વધે તો ખરા જ, સાથે સાથે પેકેટ્સની સાઈઝ કિલોને બદલે ૯૦૦ ગ્રામ કે ૯૫૦ ગ્રામ થઈ જાય એવી શક્યતા પણ નકારી શકાતી નથી.
    મીઠાઈઓ ઉપરાંત ચોકલેટ્સ, બિસ્કિટ સહિત જેટલી પણ પ્રોડક્ટમાં ખાંડનો ઉપયોગ થાય છે તે તમામમાં પાંચથી સાત ટકા કે મેક્સિમમ ૧૦ ટકા સુધીનો ભાવ વધારો મંડરાઈ રહ્યો છે. તહેવારોમાં ખાંડની માંગમાં વધારો થતો હોય છે. ખાસ તો જન્માષ્ટમીથી લઈને ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં ભારતીય ઘરોમાં નૈવેધથી માંડીને મીઠાઈઓ બનાવવા સુધી ખાંડની ડિમાન્ડ વધે છે. એટલું જ નહીં, તૈયાર મીઠાઈઓ, ચોકેલેટ્સ, કૂકીઝના ગિફ્ટ પેકની ડિમાન્ડ વધતી હોવાથી આવી પ્રોડક્ટ બનાવતી કંપનીઓના પ્રોડક્શનમાં વધારો થાય છે. તેમની ખાંડની ડિમાન્ડ વધી જાય છે.
    જોકે, છેલ્લાં સાત વર્ષથી ખાંડના ભાવ નિયંત્રણમાં હોવા છતાં મીઠાઈઓ-ચોકલેટ્સની કિંમતમાં ૫.૫ ટકાના દરે વૃદ્ધિ થઈ છે. ખાંડના ભાવમાં જ આટલો તોતિંગ વધારો થતાં આ ભાવવધારો તહેવારોમાં મીઠાઈઓનો સ્વાદ કડવો કરશે.

    Sugar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleછેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન
    Next Article લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    રાષ્ટ્રીય

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 15:38
    Categories
    Latest News

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    Search
    Main News

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    Sugar ના ભાવ વધતા તહેવારો પહેલાં મીઠાઈઓ મોંઘી થવાની આશંકા

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક : Allahabad High Court

    September 8, 2026

    છેલ્લાં એક વર્ષમાં બે કરોડ બાળકોનું ઓનલાઇન યૌન ઉત્પીડન

    September 8, 2026

    Gen-Z નથી ચલાવી શકતાં ગિયર વાળી કાર

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.