Morbi,તા.17
સામાકાંઠે નટરાજ ફાટક પાસે અગાઉ થયેલ બોલાચાલી ઝઘડાનો ખાર રાખી વૃદ્ધને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી બનાવ અંગે સીટી બી ડીવીઝન પોલીસે એક આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
માળિયા વનાળીયાના રહેવાસી મોહનભાઈ નરસિંહભાઈ સોલંકી (ઉ.વ.૬૧) નામના વૃદ્ધે આરોપી દિનેશભાઈ બાબુભાઈ રહે મોરબી નજરબાગ ભડિયાદ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સામાજિક કાર્ય કરે છે અને મોરબી મિત્ર દૈનિક અખબારમાં પત્રકાર તરીકે ફરજ બજાવે છે ત્રણેક માસ અગાઉ નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે સમાજના દિનેશભાઈ બાબુભાઈ તેના વિસ્તારમાં માણસોને હેરાન કરતા હોવાથી તેને સમજાવતા બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી ગત તા. ૧૬ ના રોજ બપોરના નટરાજ ફાટક પાસે દિનેશભાઈ આવી સાથે રહેલા નિર્મળસિંહને વાત કરી કે અમારા સમાજના આગેવાન અમને હેરાન કરે છે કહીને ગાળો બોલતા ફરિયાદી મોહનભાઈએ તું કોણે કહે છે પૂછતાં તને નથી કહેતો કહ્યું હતું જેથી ફરિયાદીએ અહી આપણા સમાજના બીજા કોણ છે કહેતા અપશબ્દો બોલી મોઢાના ભાગે અને માથાના ભાગે મૂઢ માર મારવા લાગ્યો અને શરીરે ઢીકા પાટું મારી નીચે પાડી ડેટા ચશ્માં અને મોબાઈલ નીચે પડી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સીટી બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે