Surendranagar,તા.18
લીંબડી-રાજકોટ હાઈવે પર બલદાણા પાટિયા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચી છે. જેથી ઈજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કર્મચારીઓ પણ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી લીધી હતી અને પરિસ્થિતિ નિયંત્રણમાં લાવી હતી.