Mumbai,તા.18
ફિલ્મ Jolly LLB 3 માટે બોમ્બે હાઈકોર્ટ દ્વારા મોટી રાહત મળ્યાના સમાચાર આવ્યા છે. બોમ્બે હાઈકોર્ટ એ જાહેર હીતની અરજીની સુનાવણી કરી હતી, જેમાં અપકમિંગ ફિલ્મ Jolly LLB 3ની રિલીઝ પર પ્રતિંબંધ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીકર્તાનું કહેવું છે કે, ફિલ્મમાં ન્યાયપાલિકાની મજાક ઉડાવવામાં આવી છે. પરંતુ કોર્ટે અરજીની સુનવણી કરતાં કહ્યું હતું કે, ‘ચિંતા ન કરશો, ઘણીવાર અમારી મજાક ઉડાવવામાં આવે છે, તેનાથી અમને કોઈ ફરક નથી પડતો.’ આ ફિલ્મ દેશભરના સિનેમાઘરોમાં 19 સપ્ટેમ્બરની રોજ રિલીઝ થવાની છે.
Jolly LLB 3 નું નિર્દેશન સુભાષ કપૂર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સૌરભ શુક્લા, અમૃતા રાવ અને હુમા કુરેશીનો અભિનય જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર સાત દિવસ પહેલા આવ્યું હતું અને અત્યાર સુધી 2 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અનખડની બેન્ચ સામે હાઈ કોર્ટમાં અરજીકર્તા તરફથી રજૂઆત કરતાં વકીલે કહ્યું કે, આ ન્યાયની મજાક છે. અરજીકર્તાના વકીલ દિપેશ સિરોયાએ કહ્યું કે, આ ફિલ્મ અને ગીતમાં માત્ર વકીલોની જ નહીં પરંતુ, ન્યાયાધીશોની પણ મજાક ઉડાવવામાં આવી છે.