Mumbai,તા.19
સલમાન ખાનના તોરીલા અને હિંસક સ્વભાવના કારણે ઐશ્વર્યા રાયે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હોવાનું અગાઉ પણ ચર્ચાયું છે. હવે તે સમયે ઐશ્વર્યા રાયના પડોશી રહી ચૂકેલા એડ ગુરુ પ્રહલાદ કક્કડે એક મુલાકાતમાં ઘટસ્ફોટ કર્યો છે કે સલમાન ખાન ઐશ્વર્યા રાય માટે વધારે પડતો પઝેસિવ હતો અને તે ઐશ્વર્યા પર હાથ પણ ઉપાડતો હતો.
તેમણે કહ્યું હતું કે સલમાન ઐશ્વર્યા પર બહુ બૂમો પાડતો હોય તે પોતે સાંભળ્યું હતું. સલમાન બહુ માલિકીભાવ જતાવતો હતો. હાથ ઉપાડતો હતો. આટલા ઝનૂની વ્યક્તિ સાથે કોઈ કેવી રીતે રહી શકે ? સલમાન બિલ્ડિંગમાં બધાને ખબર પડે તે રીતે તમાશા કરતો હતો. દીવાલ સાથે પોતાનું માથું અફાળતો હતો. જોકે, ઐશ્વર્યા સલમાન સાથેના બ્રેક અપથી એટલી અપસેટ ન હતી થઈ. વાસ્તવમાં તેણે તો રાહત જ અનુભવી હતી. પરંતુ, તે પછી ઈન્ડસ્ટ્રીએ જે રીતે તેની સાથે ઓરમાયું વર્તન કર્યું તેનાથી તેને વધારે આઘાત લાગ્યો હતો. ઈન્ડસ્ટ્રીમાં બધાએ સલમાનનો જ પક્ષ લીધો તેનાથી તે દુઃખી થઈ ગઈ હતી. આથી તેણે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ઓછું કરી દીધું હતું . તે પછી ઐશ્વર્યાએ બહુ ઓછી જ ફિલ્મો કરી છે તેનું કારણ એ જ છે કે તેને ઈન્ડસ્ટ્રીમાં કોઈ પર ભરોસો રહ્યો નથી.