Mumbai,તા.19
ફરહાન અખ્તરની લાંબા સમયથી અટવાતી ‘ડોન થ્રી’નું શૂટિંગ આગામી જાન્યુઆરીથી શરુ થવાની ધારણા છે. રણવીરની ધૂરંધર આગામી ડિસેમ્બરમાં રીલિઝ થાય તે પછી તે ફરહાનની આ ફિલ્મ હાથ ધરશે. ફરહાન અખ્તરે ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ કરવાનો પ્લાન બનાવ્યો છે. જાન્યુઆરી મહિનાથી શૂટિંગ શરૂ કર્યા પછી ફરહાન આખું વરસ આ જ ફિલ્મ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આ ફિલ્મની ઘોષણા લાંબા સમયથી થઇ ગઇ હોવા છતાં હજી સુધી આ ફિલ્મ પર કામ શરુ ન થતાં અનેક અટકળો ફેલાઈ હતી.