જીવતાં હશે તેઓ ત્યારે જો આઘાત કરશો
તો મર્યા પછી એ માવતરનું કેમ શ્રાધ્ધ કરશો?
બોલતાં શીખવાડ્યું જેણે એને ના કરજો મૌન
જાતે જાતને, નહીં તો પછી કેમ માફ કરશો?
મંદિરની મા ને ઓઢાડજો ચુંદડી અચૂક તો જ
જો ઘરની મા ને નવી સાડીથી આબાદ કરશો
મા નો ખોળો અભય છે, બાપનો ખભ્ભો ઓથ
એ મર્યા પછી શું અરુણ્ય રુદનનાં જાપ કરશો?
મૂકશો વૃદ્ધાશ્રમે તો ભાવિ એ જશો અનાથાશ્રમે
માવતરને તિરસ્કૃત કરવાનું ના એવું પાપ કરશો
શ્રવણ ન બની શકો તો છેવટે રોડવી તો લેજો જ
ચામડીનાં જોડાંથી ન ઉતરે એ ઋણમાં કાપ કરશો
હેતુ વિનાનાં હેતને,પોંખી લ્યો જીવતાં ભગવાનને
મર્યા પછી તો એ માવતર બસ ફોટામાં યાદ કરશો
-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)