Jasdan. તા.20
જસદણમાં મકાનના ફળિયામાં ચાલતાં જુગારમાં દરોડો પાડી ચાર મહિલા સહિત નવ શકુનીને જસદણ પોલીસે પકડી પાડી રૂ.21340 ની રોકડ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ જસદણ પોલીસ મથકના એએસઆઇ જે.ડી.મજેઠીયા અને કોન્સ્ટેબલ અનિલ સરવૈયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે જસદણના ગંગા ભવનમાં રહેતા વિધિબેન જેઠવાના મકાનની અંદર ફળિયામાં જાહેરમાં જુગાર રમાઇ રહ્યો છે .
તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતાં રમતા વિવેક વનરાજ જળુ (રહે ઉમરાળી, રાજકોટ) હિમાંશુ પરેશ ડાંગર (રહે. પાંચવડા, જસદણ), દિપક કિશોર સોંદરવા, જીગર મનુ સોંદરવા (રહે બંને દોલતપર, જસદણ) પરેશ વિનુ વોરા (રહે. જસદણ), સેજલબેન ભગીરથ ધાંધલ પૂજાબેન રણજીત ચાવડા, વિધિબેન ભીખુ જેઠવા અને સરોજબેન કાળુ નાદપરા (રહે. ચારેય જસદણ) ને પકડી પાડી રોકડ રૂ.21340 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.