America તા.20
અહીના ક્ષેત્રમાં બે વિમાન મથકો પર દૂરસંચારમાં વિધ્ન આવવાને કારણે 1800થી વધુ ઉડાનો મોડી પડી હતી અને સેંકડો ફલાઈટસ રદ કરવામાં આવી હતી. સંધીય ઉડ્ડયન પ્રશાસન (એફએએ) એ ઉડાનોને રોકી દીધી હતી. જેના કારણે યાત્રીઓને પરેશાનીનો સામનો કરવો પડયો હતો. એફએએ ટેલિફોન કંપનીઓ સાથે મળીને સમસ્યાનો પતો લગાવવા પ્રયાસ કરી રહ્યા છે.
સંધીય ઉડ્ડયન પ્રશાસને જણાવ્યું હતું કે સ્થાનિક ટેલિફોન કંપનીના ઉપકરણમાં કથિત સમસ્યાના કારણે પરિવહન ધીમું રહ્યું છે. જેમાં એફએએ ઉપકરણ સામેલ નથી.
એફએએએ જણાવ્યું હતું કે ડલાસ ફોર્ટ વર્થ માટે ઉડાનો રાત્રે 11 વાગ્યે અગાઉના સમય સુધી અને ડલાસ લવ ફિલ્ડ માટે ઓછામાં ઓછું રાત્રે 8.45 વાગ્યા સુધી ઉડાનો રોકી દેવાઈ છે.
ફલાઈટ અવેયરે જણાવ્યું હતું કે એરલાઈનોમાં ડલાસે પોતાની 20 ટકા ઉડાનો રદ કરી દીધી છે. અમેરિકી એરલાઈન્સે 200થી વધુ ઉડાનો રદ કરી દીધી અને 500થી વધુ મોડી પડી છે.