Mumbai,તા.20
સલમાનખાન અને તેમનો પરિવાર એકવાર ફરી વિવાદોમાં ઘેરાયો છે. તેનું કારણ દબંગના ડિરેક્ટર અને અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે એક મોટુ નિવેદન આપ્યું છે. અભિનવે આરોપ લગાવ્યો છે કે, સેટ પર સલમાન અને તેનો પરિવાર મનમાની કરે છે. આ ઉપરાંત તેમણે અભિનેતાને ગુંડો પણ કહ્યું હતું. હવે અભિનવનું નવુ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. તેમના એક નવા ઈન્ટરવ્યૂમાં તેમણે સલમાન ખાનની સાથે સાથે તેમના ભાઈ અરબાઝ ખાનને પણ આડે હાથે લીધો હતો. અભિનવનું હાલનું નિવેદન દરેકને ચોંકાવનારુ છે.
અભિનવ કશ્યપે હાલમાં જ બોલિવૂડ હંગામાને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. જેમા તેમણે ખાન પરિવાર વિશે ફરીથી નિવેદન આપ્યું છે. તેમનો એક 31 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ક્લિપમાં ડિરેક્ટરે કહ્યું કે, ‘અરબાઝ ગધેડો છે, નકામો અને ચોર છે. તેને કંઈ જ આવડતુ નથી. તું મારો શ્રેય લેવા જઈ રહ્યો છે, અને આ લોકો મારા હકો ખાઈને બેઠા છે. આ તો કબજો છે.’ એટલું જ નહીં, અભિનવ કશ્યપે વીડિયોમાં આગળ કહ્યું છે કે, ‘એટલા માટે હું કહું છું કે આ લોકો જેહાદી માનસિકતા ધરાવે છે.’ઉલ્લેખનીય છે કે, વર્ષ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ દબંગમાં અભિનવ કશ્યપને ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અરબાઝ ખાને ચુલબુલ પાંડે (સલમાન ખાન)ના ભાઈનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મનો પહેલો અને બીજો ભાગ પણ આવ્યો પરંતુ તેને અભિનવે તેનું દિગ્દર્શન કર્યું નથી.
હજુ સુધી કોઈએ પૂછ્યું નથી, તેમ છતાં પણ સલમાન ખાનના પિતા સલીમ ખાને સ્પષ્ટતા કરી છે કે, ‘અમારા પરિવારે ક્યારેય બીફ ખાધું નથી.’ અરે, ‘તમને કોઈએ પૂછ્યું? ચેરિટીના નામે, બીઇંગ હ્યુમન ફાઉન્ડેશનમાં દરેક વસ્તુ પ્રભાવ માટે કરવામાં આવે છે.’