Mumbai,તા.20
અભિષેક બચ્ચનને પ્રભાસની ફિલ્મ ‘ફૌજી’માં એક રોલ ઓફર કરાયો છે. અભિષેક બચ્ચને હજુ સુધી ફિલ્મ સાઈન કરી નથી પરંતુ તે હાલ આ રોલ માટે પોઝિટિવ છે. જો અભિષેક આ ફિલ્મ સ્વીકારશે તો તેલુગુમાં તેની પહેલી ફિલ્મ બનશે. હાલ આ ફિલ્મનું કામ પ્રભાસની ઇજા તેમજ અભિનેતા પોતાની આગામી ફિલ્મ ‘રાજા સાહેબ’ને પ્રાથમિકતા આપતો હોવાથી અટકી પડયું છે. જોકે ફિલ્મ નિર્માતાએ પચ્ચીસ ટકા શૂટિંગ પુરુ કરી લીધું છે. આ દરમિયાન એક રોલ માટે અભિષેકને ઓફર કરાઈ છે. અભિષેકનો રોલ ફક્ત કેમિયો નહિ હોય પરંતુ એક મહત્વની ભૂમિકા હશે તેમ કહેવાય છે. અભિષેકે છેલ્લા કેટલાય સમયથી બોલીવૂડના પ્રોજેક્ટસ સ્વીકારવાનું ઓછું કરી નાખ્યું છે. તેને બદલે તે મોટાભાગે ઓટીટી પ્રોજેક્ટસ જ સ્વીકારી રહ્યો છે. જોકે, અમિતાભ બચ્ચન અને પ્રભાસ વચ્ચે સારું ટયુનિંગ હોવાથી કદાચ અભિષેક પણ પ્રભાસ સાથે સ્ક્રીન શેર કરવા સંમત થઈ શકે છે.