Bhavnagar,તા.20
ભાવનગર ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ રોડ શો યોજી ભાવનગરની જનતાનું અભિવાદન જીલ્યા બાદ જવાહર મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધન સાથે ચિપ થી લઈ શિપ ભારતમાં બનાવોનો મંત્ર આપ્યો હતો સાથે 27 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યુ હતું.
જાહેર જનતાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ જણાવ્યુ હતું કે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત થવા માટે ભારતનું આત્મનિર્ભર બનવું અનિવાર્ય છે. તેમણે ‘ચીપ હોય કે શીપ, આપણે ભારતમાં જ બનાવવા પડશે’ નો નારો આપ્યો અને કહ્યું કે આ જ વિચાર સાથે આજે ભારત મેરિટાઇમ સેક્ટરમાં નેક્સ્ટ જનરેશન રિફોર્મ કરવા જઈ રહ્યું છે.
તેમણે એક ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે હવે સરકારે મોટા જહાજોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપી દીધી છે, જે દેશના મેરિટાઇમ સેક્ટરને મજબૂતી આપશે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પછી કોંગ્રેસે ભારતની દરેક ક્ષમતાને નજરઅંદાજ કરી, જેના કારણે 6-7 દાયકા બાદ પણ ભારત તે સફળતા પ્રાપ્ત કરી શક્યું નથી જેનો તે હકદાર હતો.
લાંબા સમય સુધી કોંગ્રેસ સરકારે દેશને લાયસન્સ-કોટા રાજમાં ફસાવી રાખ્યો
દેશને વૈશ્વિક બજારથી અલગ-થલગ રાખ્યો, જેનાથી યુવાનોને મોટું નુકસાન થયું.
વધુમાં સંબોધતા કહ્યું કે, તેઓ એવા સમયે અહીં આવ્યા છે જ્યારે નવરાત્રિનો પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે આ વખતે જીએસટીમાં ઘટાડાને કારણે બજારોમાં વધુ રોનક જોવા મળશે અને આ ઉત્સવના માહોલમાં આપણે ‘સમુદ્રથી સમૃદ્ધિનો મહા-ઉત્સવ’ મનાવી રહ્યા છીએ.
ભારતને જો 2047 સુધીમાં વિકસિત થવું હોય તો તેને આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભર બનવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. 140 કરોડ દેશવાસીઓએ એક સંકલ્પ લેવો જોઈએ કે, ચિપ હોય કે શિપ, આપણે ભારતમાં જ બનાવવી છે.
હવે વ્યાપાર અને કારોબારને વધુ સરળ બનાવવાનો સમય છે. તેમણે કહ્યું કે, તાજેતરના મોનસૂન સત્ર દરમિયાન સંસદમાં અમે અંગે્રજોના સમયથી ચાલી આવતા ઘણા જૂના કાયદાઓને બદલ્યા છે. મેરીટાઇમ સેક્ટરમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. આ નવા કાયદાઓથી શિપિંગ સેક્ટરમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે, જે આ ક્ષેત્રને વધુ ગતિ આપશે.
ગુજરાતીમાં એક કહેવત છે, ‘100 દુઃખની એક દવા’, અને મારા મતે, આ 100 દુઃખોની એક જ દવા છે – ‘આત્મનિર્ભર ભારત’. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આત્મનિર્ભર બનવા માટે આપણે પડકારોનો સામનો કરવો પડશે અને અન્ય દેશો પરની આપણી નિર્ભરતા સતત ઘટાડવી પડશે. ભારતને આત્મનિર્ભર બનીને દુનિયા સામે મજબૂતીથી ઊભા થવું પડશે. આ જ આપણા ભવિષ્યની સુરક્ષા માટે એકમાત્ર માર્ગ છે.
સાચા અર્થમાં જો આપણો કોઈ દુશ્મન હોય તો તે બીજા દેશો પરની આપણી નિર્ભરતા છે. તેમણે આ નિર્ભરતાને હરાવવા માટે સૌને સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું.
’17 સપ્ટેમ્બરે તમે સૌએ તમારા નરેન્દ્ર ભાઈને જે શુભેચ્છાઓ મોકલી છે, દેશ અને દુનિયામાંથી મને જે શુભેચ્છાઓ મળી છે, તે દરેકનો વ્યક્તિગત રીતે આભાર માનવો શક્ય નથી. પરંતુ, ભારતના ખૂણેખૂણેથી અને વિશ્વભરમાંથી મને જે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે, તે મારી સૌથી મોટી સંપત્તિ છે, તે મારી સૌથી મોટી તાકાત છે. તેથી, આજે હું જાહેર મંચ પરથી દેશ અને દુનિયાના તમામ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કં છું.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતમાં જણાવ્યું હતુ કે,’આ કાર્યક્રમ ભાવનગરમાં થઈ રહ્યો છે, પરંતુ આ કાર્યક્રમ સમગ્ર ભારતનો છે. સમગ્ર ભારતમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવાની આપણી દિશા શું છે, તે માટે આજે આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું કેન્દ્ર ભાવનગરને પસંદ કરવામાં આવ્યું છે. ગુજરાત અને ભાવનગરના લોકોને ખૂબ ખૂબ અભિનંદન આવ્યા હતાં.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિમી સમુદ્ર કિનારો ધરાવતું રાજય છે. વિકાસના કાર્યો માટે આગવી સુજ્જ ધરાવતું નેતૃત્વ મળે તો કોઇ રાજય દેશના વિકાસનું રોલ મોડલ કેવી રીતે બની શકે તે વાત ગુજરાતે 2001 માં શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિઝનરી લીડરશીપમા પુરવાર કર્યુ છે.
21 મી સદીમાં બદલાયેલા વૈશ્વીક પરિબળો આધુનિક વેપારની તકો તેમજ અદ્યતન ટેકનોલોજીનો સમન્વય દરિયાઇ સંસ્કૃતિ સાથે કરવાનું વિઝન વડાપ્રધાન મોદી આપ્યું છે. આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહવાહન કર્યું છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમા બનેલી ચિજવસ્તુઓના ઉપયોગ કરવા આપણે સૌ લોકલ ફોર વોકલને વેગ આપીએ તે આજના સમયની માંગ છે.
આવનાર તહેવારોમાં આપણે સૈ સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમા બનેલી વસ્તુનું ઉત્પાદીત સાધન સામગ્રીની ખરીદી કરીએ. સમૃદ્ધના નવા અધ્યાયની શરૂઆત બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડો. મનસુખભાઇ માડવીયા, કેન્દ્રીય રાજયમંત્રી શાંતનું ઠાકોરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજયનામંત્રીઓ કનુભાઇ દેસાઇ, રૂષીકેશભાઇ પટેલ, રાઘવજીભાઇ પટેલ, મી કુવરજીભાઇ બાવળીયા,શ્રીમતી ભાનુબેન બાબરીયા, પરષોત્તમભાઇ સોલંકી, ધારાસભ્યઓ, પંચાયતના પ્રમુખઓ, પદાધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવનગરના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાવનગર ખાતે આગમન થતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાવનગરની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વડાપ્રધાનને આવકારવા માટે અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, એસ.એસ. કોલેજ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી અને સર બીપીટીઆઈ કોલેજના ગજજ (નેશનલ સર્વિસ સ્કીમ)ના સ્વયંસેવકો `માય ભારત’ના લોગોવાળા ટી-શર્ટ અને કેપ પહેરીને સભા સ્થળે પહોંચ્યા હતાં.
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ભાવનગરમાં ભવ્ય રોડ શો કર્યા બાદ પ્રધાનમંત્રી સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમમાં સંબોધિત કર્યું હતું. ત્યારે મુખ્યમંત્રીએ વડાપ્રધાને આવકાર આપવા માટે સોશિયલ મીડિયા પર એક ગીત પોસ્ટ કર્યું છે.
માનનીય મોદીજી આજે ગુજરાતની મુલાકાતે છે. આ પ્રસંગે, હું આ ગીત તમારા બધા સાથે શેર કરી રહ્યો છું, જે દેશના સામાન્ય લોકોની મોદીજી પ્રત્યેની લાગણીઓને વ્યક્ત કરે છે.
મોદીજીએ દરેક સામાન્ય નાગરિકની સંભાળ રાખીને દરેક નાગરિકના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. રાષ્ટ્રીય હિતને પ્રથમ સ્થાને રાખીને, તેમણે ભારતનો ધ્વજ વિશ્વમાં ઊંચો કર્યો છે. આ ગીત તે લાગણીઓનો પડઘો છે… તે ગૌરવનું પ્રતિબિંબ છે.”