કૌભાંડનો આ ખેલ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યો, જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે આરોપી ભાગી ગયો
Mumbai, તા.૨૦
મુંબઈમાં બૅંક ઑફ ઇન્ડિયાના એક કર્મચારીએ લોકોના જીવનભરની કમાણીના પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ભાગી ગયો. કૌભાંડનો આ ખેલ લગભગ બે વર્ષ સુધી ચાલુ રહ્યો. જ્યારે કૌભાંડ બહાર આવ્યું ત્યારે આરોપી ભાગી ગયો. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડ્ઢ) એ તેની ધરપકડ કરી છે.
આ તપાસ ઝ્રમ્ૈં અને મુંબઈની એન્ટી કરપ્શન બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવેલી એક હ્લૈંઇ પર આધારિત છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડ્ઢ) એ બૅંક ઑફ ઇન્ડિયાના સસ્પેન્ડેડ સ્ટાફ ઑફિસર હિતેશ કુમાર સિંગલાની ધરપકડ કરી હતી. સિંગલાની ૧૭ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ ઍક્ટ, ૨૦૦૨ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેના પર બૅંક અને ૧૨૭ ગ્રાહકોના ખાતા સાથે આશરે ૧૬ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
આ અંગે ઈડ્ઢની તપાસમાં જાણવા મળ્યું કે, મે ૨૦૨૩થી જુલાઈ ૨૦૨૫ની દરમિયાન સિંગલાએ પરવાનગી વિના અનેક ટર્મ ડિપોઝિટ, ઁઁહ્લ, સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ, સેવિંગ્સ અને કરંટ એકાઉન્ટ્સ બંધ કર્યા અને રુપિયા તેના જીમ્ૈં એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. તેણે બૅંક અને ગ્રાહકો સાથે રૂ.૧૬.૧૦ કરોડની છેતરપિંડી કરી. સિંગલાએ માત્ર લોકોના પૈસા જ નહીં પરંતુ, બૅંકની પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડ્યું. જેથી ધીરે ધીરે ગ્રાહકોને બૅંક પર વિશ્વાસ ઉઠી રહ્યો છે.
છેતરપિંડી સામે આવ્યા બાદ સિંગલ ફરાર હતો અને બૅંકના સંપર્કમાં પણ ન હતો. ઈડ્ઢને ગુપ્ત માહિતી અને ટેકનિકલ દેખરેખના આધારે તેને મહામના એક્સપ્રેસમાં પકડી લીધો હતો. ધરપકડ ટાળવા માટે તેણે વારંવાર સીટ અને કોચ બદલ્યા. જોકે, તેમાં તેની તમામ પ્રયાસો આખરે નિષ્ફળ નીવડ્યા હતા અને તેની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેને ગ્રેટર બોમ્બેની ખાસ ઁસ્ન્છ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને ૨૩ સપ્ટેમ્બર સુધી ઈડ્ઢ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તપાસ એજન્સી હવે તેની પૂછપરછ કર્યા પછી કેસની વધુ તપાસ કરી રહી છે.