London,તા.૨૦
વિશ્વમાં સાયબર ટેકનોલોજી ઝડપથી આગળ વધી રહી છે અને સાયબર સંબંધિત ગુનાઓ પણ ચિંતાનું મુખ્ય કારણ બની રહ્યા છે. આજે યુરોપના મોટા એરપોર્ટો પર એક સાથે સાયબર હુમલાઓ થયા જેના કારણે અફરા-તફરી મચી ગઈ છે. આ સાયબર હુમલાઓએ યુરોપના સૌથી વ્યસ્ત લંડનના હીથ્રો એરપોર્ટ, પોર્ટુગલના બ્રસેલ્સ એરપોર્ટ અને બર્લિન એરપોર્ટ પર ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમને ખોરવી નાખી હતી. સેંકડો ફ્લાઇટ્સ મોડી પડી હતી અને ઘણી રદ કરવામાં આવી હતી. ઓટોમેટેડ મશીનોની ખામીને કારણે મુસાફરોને લાંબી કતારોનો સામનો કરવો પડ્યો હતો.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ હુમલામાં કોલિન્સ એરોસ્પેસને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હતું, જે વિશ્વભરની એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ સોફ્ટવેર સર્વિસ આપતી કંપની છે. કંપનીની પેરેન્ટ કંપની,આરટીએકસએ જણાવ્યું હતું કે તેના સોફ્ટવેરમાં “સાયબર-સંબંધિત ખામી” આવી હતી, જેના કારણે કેટલાક એરપોર્ટ પ્રભાવિત થયા હતા. સાયબર હુમલો ૧૯ સપ્ટેમ્બર રાતથી શરૂ થયો અને શનિવાર સવાર સુધી ચાલ્યો. હેકર્સે એવી સિસ્ટમોને નિશાન બનાવી હતી જે ઇલેક્ટ્રોનિક ચેક-ઇન અને બેગેજ ડ્રોપ બંધ થઈ જાય. કંપની કહે છે કે આ સમસ્યા ઇલેક્ટ્રોનિક ઘટકો સુધી મર્યાદિત છે અને તેને મેન્યુઅલી મેનેજ કરી શકાય છે. તેઓ તેને શક્ય તેટલી વહેલી તકે ઠીક કરવા માટે કામ કરી રહ્યા છે.
બ્રસેલ્સ એરપોર્ટ મેનેજમેન્ટે તેની વેબસાઇટ પર પોસ્ટ કર્યું છે કે ઓટોમેટેડ સિસ્ટમ્સ સંપૂર્ણપણે બંધ છે, તેથી મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આનાથી ફ્લાઇટના શેડ્યુલ પર ગંભીર અસર પડી છે અને ફ્લાઇટમાં વિલંબ અથવા રદ થઈ રહી છે. હીથ્રો એરપોર્ટ મેનેજમેન્ટે એક સુચના આપી છે કે થર્ડ પાર્ટી સપ્લાયર સાથે “ટેકનિકલ સમસ્યા”ને કારણે મુસાફરોને મુશ્કેલી પડી શકે છે. બર્લિન એરપોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર યુરોપમાં સિસ્ટમ સપ્લાયર સાથેની ખામીને કારણે ચેક-ઇનમાં વિલંબ થઈ રહ્યો છે. ત્રણેય એરપોર્ટ મેનેજમેન્ટને ટૂંક સમયમાં ઉકેલની આશા છે.
યુરોપિયન એરપોર્ટ પર સાયબર હુમલા બાદ એર ઇન્ડિયાએ પણ મુસાફરો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે. જેમાં જણાવાયું છે કે હીથ્રો એરપોર્ટથી ફ્લાઇટ્સમાં કેટલાક ખામીઓ આવી શકે છે. થર્ડ-પાર્ટી ટેકનિકલ સિસ્ટમમાં ખામીને કારણે ચેક-ઇન મુશ્કેલીઓ થઈ રહી છે. એક્સપર્ટની એક ટીમ આ સમસ્યાને ઉકેલવા માટે કામ કરી રહી છે.
આ હુમલાઓએ શનિવારે સેંકડો ફ્લાઇટ્સ મોડી પાડી, જેના કારણે મુસાફરોને નોંધપાત્ર અસુવિધા થઈ. આ ટેકનિકલ સમસ્યાને કારણે, મુખ્ય યુરોપિયન એરપોર્ટ પર કડક સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા હતા. ઘણા એરપોર્ટ પર મેન્યુઅલ પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ફ્લાઇટ કામગીરી ચાલુ રહી.બ્રસેલ્સ એરપોર્ટ સત્તાવાળાઓએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે રાત્રે તેમના ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પ્રદાતા પર સાયબર હુમલો થયો હતો, જેના કારણે ટેકનિકલ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. પરિણામે, એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ લાગુ કરવામાં આવી હતી. આના પરિણામે ફ્લાઇટના સમયપત્રકમાં વિક્ષેપો અને વિલંબ થયો હતો. એરપોર્ટ મેનેજમેન્ટે મુસાફરોને ધીરજ રાખવા અને નિયમિતપણે ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.
જર્મનીના બ્રાન્ડેનબર્ગ એરપોર્ટે પણ પુષ્ટિ કરી છે કે તેના સેવા પ્રદાતાની સિસ્ટમ સાયબર હુમલાનો ભોગ બની હતી. પરિણામે, એરપોર્ટ સત્તાવાળાઓએ સુરક્ષા સાવચેતી તરીકે તેનું નેટવર્ક કનેક્શન અસ્થાયી રૂપે ડિસ્કનેક્ટ કરી દીધું હતું. લંડનના હીથ્રો એરપોર્ટે પણ ટેકનિકલ સમસ્યાની જાણ કરી હતી. હીથ્રો એરપોર્ટ અનુસાર, કોલિન્સ એરોસ્પેસ, જે ઘણી એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ પ્રદાન કરે છે, તે ટેકનિકલ મુશ્કેલીઓનો અનુભવ કરી રહી છે. આના કારણે ફ્લાઇટમાં વિલંબ થઈ રહ્યો છે.
બધા એરપોર્ટે મુસાફરોને નિયમિતપણે તેમની ફ્લાઇટની સ્થિતિ ઑનલાઇન તપાસવા અને જરૂર મુજબ ફ્લાઇટના સમયના આધારે તેમની મુસાફરીનું આયોજન કરવા વિનંતી કરી છે. એરપોર્ટ મેનેજમેન્ટે થયેલી અસુવિધા બદલ માફી માંગી છે અને સમસ્યાના ઉકેલ માટે સતત પ્રયાસો કરવાની ખાતરી આપી છે.
સાયબર હુમલાઓથી પ્રભાવિત એરપોર્ટોએ તેમના સુરક્ષા પ્રોટોકોલ કડક કર્યા છે. વધુ હુમલાઓ અટકાવવા માટે ઘણી જગ્યાએ સિસ્ટમોને અસ્થાયી રૂપે ઑફલાઇન કરવામાં આવી છે. નિષ્ણાતો પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ચેતવણી પર છે અને સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાના પગલાં લઈ રહ્યા છે. લંડનના હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન સહિત મુખ્ય યુરોપિયન એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આમાંની મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અથવા મોડી પડી હતી. આ સાયબર હુમલામાં ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ચલાવતી સેવા પ્રદાતાને નિશાન બનાવવામાં આવી હતી.એરપોર્ટે એમ પણ જણાવ્યું હતું કે સેવા પ્રદાતા સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યું છે અને મુસાફરોને પ્રસ્થાન કરતા પહેલા તેમની એરલાઇન સાથે તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા વિનંતી કરી છે.