New Delhi,તા.22
ભારતમાં જીએસટીના નવા યુગથી અર્થતંત્રને મોટો લાભ થવાના આશાવાદ તથા શેરબજારમાં તેજી થવાની અટકળો વચ્ચે ટ્રમ્પના એચ-1બી વિઝા જેવા પગલાઓથી તેજીની પાર્ટી ખરાબ થઈ હતી.
શેરબજાર પ્રારંભીક કામકાજમાં માઈનસમાં હતું. ખાસ કરીને આઈટી ક્ષેત્રના શેરોમાં ગાબડા હતા. ઈન્ફોસીસ, વીપ્રો, ટીસીએસ, ટેક મહીન્દ્ર વગેરેમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 122 પોઈન્ટ ઘટીને 82503 હતો.
નિફટી 14 પોઈન્ટ ઘટીને 25312 હતો. બીજી તરફ સોના-ચાંદીમાં રેકોર્ડબે્રક તેજીનો દોર જારી હતો. હાજર સોનુ 114450 તથા ચાંદી 135800ની નવી ઉંચાઈએ હતા. કોમોડીટી એકસચેંજમાં સોનુ 625 વધીને 110475 તથા ચાંદી 2200 વધીને 132055 હતી.