Dubai તા.22
મેચ પછી પ્લેયર ઓફ ધ મેચ બનેલા અભિષેક શર્માએ કહ્યું, ‘આજે બધું ઘણું સરળ હતું. જે રીતે પાકિસ્તાની ખેલાડીઓ કારણ વગર અમારા પર દબાણ લાવવાનો પ્રયાસ કરતા હતા, તે મને બિલકુલ પસંદ નહોતું આવ્યું. આથી મેં તેમના સામે આક્રમક વલણ અપનાવ્યું. મારો હેતુ મારી ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો હતો.’
અભિષેકે ગિલ સાથેની ભાગીદારી વિશે જણાવ્યું, ‘અમે બંને શાળાના દિવસોથી સાથે રમતા આવ્યા છીએ અને એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. આજે અમે નક્કી કર્યું હતું કે સારું પ્રદર્શન કરીશું અને અમે તે કરી બતાવ્યું.
ગિલ જે રીતે જવાબ આપી રહ્યો હતો, તે મને ખૂબ ગમ્યું. જ્યારે તમે કોઈને આ રીતે રમતા જુઓ છો, ત્યારે તમારો પણ એ જ ઇરાદો હોય છે. હું ખૂબ મહેનતથી પ્રેકિ્ટસ કરી રહ્યો છું અને જો મારો દિવસ હોય તો હું ચોક્કસ મારી ટીમને જીત અપાવીશ.’
મેચ દરમિયાન ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલરો પર દબાણ બનાવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓ નિરાશ થઈ ગયા હતા. ફાસ્ટ બોલર હારિસ રઉફ પાંચમી ઓવર રમવા આવ્યો ત્યારે અભિષેકે તેના બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેના પછી રઉફે કંઈક બોલવા લાગ્યો. અભિષેકે પણ તેનો જવાબ આપ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. અંતે, અમ્પાયર ગાઝી સોહેલે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો.