Mumbai,તા.22
કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અફવા ચાલી રહી છે. હાલમાં પણ તેના નજીકના સૂત્રે તે ઓકટોબર-નવેમ્બરમાં પ્રથમ બાળકને જન્મ આપે તેવી શક્યતા દર્શાવી હતી. તેમજ કેટરિના અને વિક્કી કૌશલ જલદી જ પ્રેગનન્સીની ઘોષણા કરશે તેમ પણ કહ્યું હતું. હવે જણાય છે કે, કેટરિના પોતાની પ્રેગનન્સીની ઘોષણા કરવાની છે. હાલમાં જ બેબી બમ્પ સાથેની તેની તસવીર વાયરલ થઇ છે. આ તસવીરમાં અભિનેત્રી પોતાનો ફોટો શૂટ કરાવી રહી છે. જેમાં તેનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે. જોકે આ તસવીર રિયલ છે કે, એડિટેડ છે તેની જાણ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે, કેટરિનાની પ્રેગનન્સીની ચર્ચા ૩૦ જુલાઇના રોજ જ શરૂ થઇ ગઇ હતી. અભિનેત્રીનો એક વીડિયો વાયલ થયો હતો જેમાં તે ફેરી પોર્ટમાં નજરે ચડી હતી.કેટરિના હાલ લાંબા સમયથી રૂપેરી પડદે જોવા મળી નથી. તે કોઇ નવો પ્રોજેક્ટ સાઇન ન કરી રહી હોવાથી પણ તેની ગર્ભાવસ્થાની અફવાઓ આવ્યા કરે છે.