Mumbai,તા.22
સલમાન ખાન હાલ બેટલ ઓફ ગલવાનના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ અભિનેતાએ લદ્દાખનું પ્રથમ શેડયુલ પુરુ કર્યું છે અને મુંબઇ પાછો ફર્યો છે. હવે બીજા શેડયુલના શૂટિંગની તૈયારી મુંબઇમાં થઇ ગઇ છે. પરંતુ અભિનેતાએ એ શૂટિંગ શરૂ કરતા પહેલા બ્રેક લીધો છે.
સલમાન અને ફિલ્મની ટીમે લદ્દાખમાં ૧૦ ડિગ્રી કરતાં પણ ઓછા તાપમાનમાં શૂટિંગ કર્યું હતું જેના કરણે તેની તબિયત પર વિપરિત અસર પડી હોવાથી તે એક એઠવાડિયું આરામ કરવાનો છે.
ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યું હતું કે, બેટલ ઓફ ગલવાનનું બીજું શેડયુલ મહત્વપૂર્ણ છે. જેમાં ભરપુર ઇમોશનલ અને એકશન સીન્સ શૂટ કરવાના છે.
સલમાન ખાન લદ્દાખથી શૂટિંગ કરીને પાછો આવ્યા પછી તેના આગામી અઠવાડિયે જ શૂટિંગ શરૂ કરવાની યોજના હતી.
પરંતુ સલમાને હાલ થોડા દિવસ આરામ કરવાનો નિર્ણય કર્યો છે.