રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૯.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૬૨૬ સામે ૮૨૧૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૯૯૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૬૬ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૪૧૧ સામે ૨૫૩૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૨૪૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૨૭૭ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સામે ટેરિફ – પ્રતિબંધોનું શસ્ત્ર ઉગામતા રહી હવે ઈરાનમાં ભારત દ્વારા વિકસાવાયેલા ચબહાર પોર્ટ સંબંધિત આર્થિક પ્રતિબંધોમાં અપાયેલી રાહત પાછી ખેંચવાનો નિર્ણય જાહેર કરતાં અને ગત સપ્તાહના અંતે વ્હાઇટ હાઉસ ખાતે એચ-વનબી વિઝા માટે ૧ લાખ ડોલર અરજી ફીના આદેશ પર હસ્તાક્ષર કરતા ફંડો, ખેલંદાઓએ આજે ભારતીય શેરબજારમાં સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ તેજીનો વેપાર હળવો કર્યો હતો.
વૈશ્વિક મોરચે ઈઝરાયેલના હમાસ પર છેલ્લા અત્યંત ઘાતક હુમલાને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ યુરોપના દેશો દ્વારા રશિયા પર વધુ અંકુશો લગાવવાના પગલાંના અહેવાલ સામે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચાઈનાના પ્રમુખ જિનપિંગ વચ્ચે થનારી વાટાઘાટને લઈ અનિશ્ચિતતા વ્યાપ્ત રહેતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઘટાડો નોંધાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાત બાદ આગામી દિવસોમાં વધુ ઘટાડાની શકયતા વધતા ડોલરમાં સુધારો આવતા ડોલર સામે રૂપીયાના મૂલ્યમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઓપેક દ્વારા ક્રુડઓઈલના ઉત્પાદનમાં વધારા વચ્ચે વર્તમાન વર્ષ તથા આગામી વર્ષ માટે ક્રુડઓઈલની માંગના અંદાજને જાળવી રખાતા ક્રુડઓઈલના ભાવ પર દબાણ જોવા મળ્યું હતું.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, સર્વિસીસ અને કોમોડિટીઝ સેક્ટરલમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૬૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૬૧૨ અને વધનારની સંખ્યા ૧૬૮૮ રહી હતી, ૧૬૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં ઈટર્નલ લિ. ૧.૫૫%, બજાજ ફાઈનાન્સ ૧.૩૧%, અદાણી પોર્ટ્સ ૧.૧૭%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૮%, એક્સિસ બેન્ક ૦.૭૩%, હિંદુસ્તાન યુનિલિવર ૦.૪૨%, બજાજ ફિનસર્વ ૦.૧૭%, એનટીપીસી ૦.૧૬% અને પાવર ગ્રીડ કોર્પોરેશન ૦.૦૭ વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે ટેક મહિન્દ્ર ૩.૨૦%, ટાટા કન્સલ્ટન્સી ૩.૦૨%, ઈન્ફોસિસ લિ. ૨.૬૧%, એચસીએલ ટેકનોલોજી ૧.૮૪%, ટાટા મોટર્સ ૧.૬૯%, ટ્રેન્ટ લિ. ૧.૩૮%, રિલાયન્સ ૧.૨૩%, લાર્સન લિ. ૦.૯૨%, સ્ટેટ બેન્ક ૦.૮૪% અને આઈટીસી ૦.૭૪% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૨૬ લાખ કરોડ વધીને રૂ.૪૬૫.૦૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૯ કંપનીઓ વધી અને ૨૧ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકા – રશિયા – ચાઈના વચ્ચેની ટ્રેડવોર અને જીઓપોલિટીકલ ટેન્શનના કારણે ભલે અનિશ્ચિતતા યથાવત હોય, પરંતુ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી તકો, મજબૂત આર્થિક વૃદ્ધિ દર અને સતત વધતા વિદેશી રોકાણના પ્રવાહે બજારનું સેન્ટીમેન્ટ મજબૂત બનાવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિના કારણે અમેરિકા પોતે મોંઘવારીના દબાણનો સામનો કરી રહ્યું છે, જ્યારે ભારત પોતાના વેપાર સંબંધોમાં લવચીકતા દાખવીને નવા કરાર માટે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને રશિયા પાસેથી સસ્તા ઓઈલની આયાત અને સરકાર દ્વારા ચાલુ કરાયેલા સુધારાઓએ ભારતને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે મજબૂત પોઝિશન પર લાવી દીધું છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક માંગ, કોર્પોરેટ કમાણી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા ખર્ચે ભારતીય શેરબજારમાં તેજી જાળવી રાખવા માટે મજબૂત આધાર પૂરું પાડ્યો છે.
બીજી તરફ, અમેરિકા સાથે ફરી શરૂ થયેલી ટ્રેડ વાટાઘાટો અને ભારતના વાણિજ્ય પ્રધાનના અમેરિકી પ્રવાસના અહેવાલો ભારતીય બજારો માટે મહત્વના ટ્રિગર બની શકે છે. જો ભારત – અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ અંગે કોઈ સકારાત્મક વિકાસ થાય તો વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધુ મજબૂત થશે અને ડોલર સામે રૂપિયામાં સ્થિરતા આવશે. સાથે જ સરકાર દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’, ડિજિટલ ઇકોનોમી, રિન્યૂએબલ એનર્જી અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળતો આધાર પણ શેરબજારમાં નવી તેજીનું કારણ બની શકે છે. તેથી, ટૂંકા ગાળામાં વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં મધ્યમ અને લાંબા ગાળે ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ રહેવાની પૂરી શક્યતા છે.
તા.૨૩.૦૯.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૨.૦૯.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૨૭૭ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૭૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે ૨૫૨૦૨ પોઈન્ટ થી ૨૫૧૮૮ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૪૦૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- વોલ્ટાસ લિ. ( ૧૩૬૮ ) :- હાઉસહોલ્ડ એપ્લાયન્સીસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૩૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૧૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૮૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ભારત ફોર્જ ( ૧૨૫૯ ) :- A /T+1 ગ્રુપનો આ સ્ટોક રૂ.૧૨૩૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૧૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૨૨૦ ) :- રૂ.૧૨૦૨ નો પ્રથમ તેમજ રૂ.૧૧૮૮ બીજા સપોર્ટથી પર્સનલ કેર સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૩૨ થી રૂ.૧૨૪૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
- અદાણી ગ્રીન ( ૧૧૫૫ ) :- પાવર જનરેશન સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૮૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૦૯ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!!
- ટાટા કેમિકલ ( ૯૭૭ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા કોમોડીટી કેમિકલ સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૪૪ નાં સ્ટ્રોંગ સપોર્ટને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૯૮૪ થી રૂ.૯૯૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૪૪૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૪૭૪ આસપાસ સપોર્ટથી રૂ.૧૪૨૭ થી રૂ.૧૪૦૮ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૪૮૦ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૧૪૦૬ ) :- રૂ.૧૪૩૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૪૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૩૯૩ થી રૂ.૧૩૮૦ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૪૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૩૯૪ ) :- રિફાઇનરી અને માર્કેટિંગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૪૨૦ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૭૩ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૧૮ ) :- ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૦૩ થી રૂ.૧૦૯૪ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૦ નો સપોર્ટ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૯૬૬ ) :- રૂ.૯૮૦ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૯૯૩ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૫૩ થી રૂ.૯૩૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
By Ravi Bhatt – SEBI Registered Research Analyst – INH000012591 | Disclaimer – https://www.capsavaj.com/policies