Morocco, તા.૨૨
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં મોરોક્કોના બે દિવસના પ્રવાસે છે. તેઓ કાસાબ્લાન્કા પહોંચ્યા, જ્યાં તેઓ ભારત અને મોરોક્કો વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરશે. આ મુલાકાતને બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વ્યૂહાત્મક સંબંધોને વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. તેમની મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને સંરક્ષણ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી. વાતચીત દરમિયાન તેમણે જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, “આપણા લોકો ફક્ત તેમના ધર્મના આધારે માર્યા ગયા હતા. મેં તાત્કાલિક એક બેઠક બોલાવી અને તેમને ઓપરેશન માટે તૈયાર રહેવા કહ્યું. બધા મુખ્ય અધિકારીઓએ કહ્યું કે અમે ઓપરેશન કરવા માટે તૈયાર છીએ.” સંરક્ષણ પ્રધાને પાકિસ્તાન અંગે પણ નિવેદન આપ્યું, જેમાં કહ્યું કે પાકિસ્તાનમાં સુધારો કરવાની જવાબદારી તેમની છે, અને પીઓકેની ચિંતા નથી, કારણ કે પોતાની જાતે જ ભારતમાં સામેલ થઈ જશે, અને ત્યાંના લોકો જાતે જ કહેશે, “હું પણ ભારત છું.”
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોરોક્કોમાં ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને યુદ્ધવિરામની માંગ કરી હતી, પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે. ભારત તેના પડોશીઓ સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ તે પણ સમજે છે કે પડોશીઓ બદલાઈ શકતા નથી. તેમણે કહ્યું, “આપણા પડોશીઓને સાચા માર્ગ પર પાછા લાવવાની જવાબદારી આપણી છે, અને અમે તેમ કરવાનું ચાલુ રાખીશું.” તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો જરૂર પડશે તો ઓપરેશન સિંદુર પાર્ટ ૨ અને ૩ ફરી શરૂ કરીશું.
રક્ષા મંત્રીએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર વિશે પણ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે ભારતનો ભાગ છે અને કોઈ તેને જોડવાનો પ્રયાસ કરી રહ્યું નથી. તેમણે સ્પષ્ટતા કરી, ના લોકો જાતે જ કહેશે, ’હું પણ ભારત છું.’ આપણે તેના પર હુમલો કરવાની જરૂર નથી. તે અમારો ભાગ છે, અને એક દિવસ તે પોતાની મેળે આપણી સાથે જોડાશે.”
રાજનાથ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન અમે આતંકવાદીઓને તેમના કાર્યોના આધારે માર્યા, તેમના ધર્મના આધારે નહીં.
તેમણે કહ્યું, “અમે કોઈના ધર્મ તરફ જોયું નહીં, પરંતુ તેઓ આતંકવાદી હતા. અમે બધા ધર્મોનું સન્માન કરીએ છીએ અને કોઈના ધર્મ સામે કોઈ વાંધો નથી.”
ભારતીય સમુદાય સાથેની વાતચીત દરમિયાન સંરક્ષણ મંત્રીએ ભારતીયતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. તેમણે કહ્યું, “આપણે જ્યાં પણ હોઈએ, આપણે એ ભૂલવું ન જોઈએ કે આપણે ભારતીય છીએ અને ભારતીય તરીકે આપણી જવાબદારીઓ અન્ય લોકો કરતા અલગ છે. જો આપણે મોરોક્કોમાં રહીએ છીએ અને પૈસા કમાઈ રહ્યા છીએ, તો આપણે કોઈપણ રીતે મોરોક્કો સાથે દગો ન કરવો જોઈએ. આ ભારતનું સાચું ચરિત્ર છે.”