સુનબુલામાં ૨૨ ઓગષ્ટથી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાબુક ખાનારી મહિલાઓની સંખ્યા બે ગણી વધી ગઇ છે
Afghanistanતા.૨૩
તાલિબાન શાસનના કાબુલમાં કબ્જા બાદ અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગૂ કરવામાં આવ્યો છે. કેટલાક માનવીય અધિકાર સંગઠનો અને ેંદ્ગના વિરોધ બાદ પણ અફઘાનિસ્તાનમાં એવી સજાઓ આપવામાં આવે છે. જે માનવાતાની વિરુદ્ધ છે. એક રિપોર્ટ અનુસાર ગયા મહિને તાલિબાને જાહેરમાં જ ૧૧૪ લોકોને ચાબુક માર્યા હતા. જેમાં ૨૦ મહિલાઓ હતી. સુનબુલામાં ૨૨ ઓગષ્ટથી ૨૨ સપ્ટેમ્બર સુધી ચાબુક ખાનારી મહિલાઓની સંખ્યા બે ગણી વધી ગઇ છે. અગાઉ ૧૦ લોકોને ચાબુક મારવામાં આવ્યા હતા. બાદમાં ૫૦ લોકોને ચાબુક ફટકારાયા.તાલિબાને આ સજા ૧૫ પ્રાંતમાં આપી છે. જેમાં કાબુલ, પરવાન અને તખ્તમાં સૌથી વધુ સંખ્યા નોંધવામાં આવી છે. ઘોર, લોગર, બલ્ખ, લઘમન, તખ્ત, બદખ્શા, જૌજજાન અને બગલાનમાં ચાબુક મારવાની સજા આપવામાં આવી છે.
સમગ્ર દુનિયામાં તાલિબાનની સજાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. માનવાધિકાર કાર્યકર્તાઓએ શારીરિક દંડમાં થયેલા વધારા મામલે નિંદા કરી છે. તાલિબાન પોતાનો ખૌફ વધારવા માટે આ પ્રકારની સજા ફટકારે છે.અફઘાનિસ્તાનમાં માનવાધિકારો પર સંયુક્ત રાષ્ટ્રના વિશેષ દૂત રિચર્ડ બેનેટે કહ્યુ હતુ કે, આ વર્ષે ૬૭૨ લોકોને ચાબુક ફટકારવામાં આવ્યા છે.
તાલિબાને શરિયા કાયદો લાગૂ કરવા માટે ચાબુક મારવાની સજાનો બચાવ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સહિત કેટલાક દેશે તાલિબાનની આ સજા પર ચિંતા વ્યક્ત કરી છે. અફઘાનિસ્તાન સિવાય જાહેરમાં ચાબુક મારવાની સજા સાઉદી અરબ, ઇરાન, મલેશિયા જેવા દેશોમાં પણ ફટકારવામાં આવે છે.